- ફળોના ભાવમાં ભડકો થતા ભાવિકોને અધિક માસમાં ‘અધિક ખર્ચ’
- બજારમાં ચાના કપમાં આદું નાંખવાનું કીટલીવાળાએ બંધ કરી દીધુ
- સફરજન રૂ.320, દાડમ રૂ.300, ચીકુ રૂ.150, કેળા પણ રૂ.75ના ડઝન
ગુજરાતમાં અધિક શ્રાવણ માસમાં ફળોના ભાવ વધતા લોકોએ અનોખો ઉપાય અપનાવ્યો છે. જેમાં ફળોના ભાવ વધતા લોકોએ અઢીસો ગ્રામ કે નંગ મુજબ ખરીદવાનું ચાલુ કર્યું છે. અધિક શ્રાવણ માસમાં ઉપવાસ કરવા અધિક ખર્ચ કરવો પડશે. તેમાં સફરજન રૂ.320, દાડમ રૂ.300, ચીકુ રૂ.150, કેળા પણ રૂ.75ના ડઝનના ભાવે વેચાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બાયોમેટ્રિક કૌભાંડ સામે આવ્યું, આરોપીઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા
ફળોના ભાવમાં ભડકો થતા ભાવિકોને અધિક માસમાં ‘અધિક ખર્ચ’
અધિક માસ શ્રાવણ શરૂ થવા સાથે જ ફળોના ભાવમાં ભડકો થતા ભાવિકોને અધિક માસમાં ‘અધિક ખર્ચ’ કરવો પડશે. છેલ્લા ત્રણ દિવસથી ફળોના ભાવોમાં પણ ભડકો થયો છે. બજારમાં સફરજન રૂ.320, દાડમ રૂ.300, તડબૂચ રૂ.40, ચીકુ રૂ.150, પાઈનેપલ રૂ.65, રોયલ ગાલા સફરજન રૂ.290, લીચી રૂ.280 કિલો, કેળા રૂ.75 ડઝન, ગોલ્ડન કીવી ત્રણ પીસ રૂ.180ના ભાવે મળી રહ્યા છે. આમ ફળોના ભાવો વધી જતા લોકોએ કિલોની જગ્યાએ અઢીસો ગ્રામ કે પછી નંગ નંગ મુજબ ખરીદવાનું ચાલુ કર્યુ છે.
આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મમાંથી રૂપિયા કમાવવાની લાલચ તબીબને ભારે પડી
શાકભાજી માર્કેટમાં ટામેટા હોલસેલમાં રૂ.100 થી 130 અને રિટેઈલમાં રૂ.160 થી 200 કિલો વેચાણ થઈ રહ્યા છે. સીમલા મરચા હોલેસલમાં રૂ.95 અને રિટેઈલમાં રૂ.120 થી 130 કિલો મળી રહ્યા છે. આદું, ફુદીનો, કોથમીરના ભાવો અસહ્ય વધી ગયા છે. સામાન્ય દિવસોમાં રૂ.30નું કિલો મળતું આદું આજે રૂ.300નું કિલો, ફુદીનો રૂ.20નો કિલો હતો તે અત્યારે રૂ.100નો કિલો અને કોથમીર રૂ.20ની કિલો મળતી હતી તે અત્યારે રૂ.200ની કિલો મળી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત: વિવિધ શહેરોમાં આંખના કંઝક્ટિવાઈટિસના કેસોમાં વધારો થયો
બજારમાં ચાના કપમાં આદું નાંખવાનું કીટલીવાળાએ બંધ કરી દીધુ
બજારમાં ચાના કપમાં આદું નાંખવાનું કીટલીવાળાએ બંધ કરી દીધુ છે. લીલા શાકભાજીના ભાવો ઘટવાનું નામ લેતા નથી. જેના લીધે ગૃહિણીઓ પહેલા 500 ગ્રામ કે કિલો શાકભાજી ખરીદતા હતા તેની જગ્યાએ અઢીસો ગ્રામ શાકભાજી ખરીદવાનું ચાલુ કર્યુ છે. વેપારીઓના જણાવ્યા મુજબ શાક અને ફળની આવક ઓછી આવતી હોવાથી ભાવોમાં ભડકો થયો છે. કેટલાક લોકો સંગ્રહ કરતા હોવાથી પણ ભાવોમાં વધારો થયો છે.