ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ, રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Text To Speech

ચોમાસા ત્રીજા રાઉન્ડમાં વરસાદે સમગ્ર રાજ્યને ઘમરોળ્યું છે. અને હવામાન વિભાગે પણ રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. આજે અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ, સિંધુભવન તથા ગુરુકુળ, વિજય ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ શરુ  થયો છે.

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ થઈ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં આજે વહેલી સવારથી મેઘમહેર જોવા મળી રહી છે. શહેરના સેટેલાઈટ, બોડકદેવ, પાલડી, શિવરંજની, શ્યામલ, રામદેવનગર, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, રખિયાલ, ચાદલોડિયા, ચાંદખેડા, બોપલ, એસ.જી હાઈવે, આંબાવાડી, મેમનગર, ઈસનપુર, એરપોર્ટ, જસોદાનગર, એલિસબ્રિજ, નેહરુબ્રિજ વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જ્યારે બીજી તરફ રસ્તા પર પાણી ફી વળતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

આજે પણ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદવાદમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે.આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે તેમજ દક્ષિણ ગુજરાતના સુરત અને ભરુચમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.

 આ પણ વાંચો :ગુજરાતમાં 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર

Back to top button