અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ : આનંદનગર પોલીસ સ્ટેશનના PSI રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા

Text To Speech
  • નરેશદાન ટાપરીયાને એસીબીએ જોઘપુર ગામ ચોકીમાંથી ઝડપી લીધા
  • આરોપીને જામીન લેવડાવી માર નહીં મારવાના રૂપિયા માંગ્યા હતા
  • ગ્રામ્ય એસીબી પીઆઈ એસ.એન.બારોટ અને ટીમનો સપાટો

અમદાવાદમાં આજે એક પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતી જોધપુર ગામ પોલીસચોકીનો પીએસઆઈ રૂ.50 હજાર લેતા ગ્રામ્ય એસીબીના છટકામાં સપડાયો છે. પોલીસકર્મીએ આરોપીને જામીન અપાવડાવવા અને માર નહીં મારવા માટે રૂ.50 હજાર માંગ્યાનું સામે આવ્યું હતું.

શા માટે માંગી હતી લાંચ ?

મળતી માહિતી મુજબ, આનંદનગર પોલીસ મથક હેઠળ આવતી જોધપુર ગામ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા નરેશદાન ઉમેદસિંહ ટાપરીયાએ કામના ફરીયાદીના પતિ વિરુધ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના કામે 151 કરી જામીન લેવડાવી માર નહીં મારવા અને અને પાસા નહી કરવા પેટે રૂ.50,000/- ની લાંચની માંગણી કરેલ હતી પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે છટકું ગોઠવવામાં આવેલ જે છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા સ્વીકારતા જ પોલીસ ચોકીમાં એસીબીની ટીમ ત્રાટકી હતી. તેઓએ નરેશદાનને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. આ ટ્રેપીંગની કામગીરી એસ.એન.બારોટ, પો.ઇન્સ. અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.નાઓએ કરી હતી.

Back to top button