ટ્રેન્ડિંગસ્પોર્ટસ

SL vs PAK: સઈદ શકીલે બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો, પાકિસ્તાને પ્રથમ ટેસ્ટમાં જ પક્કડ મજબૂત કરી

Text To Speech

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ પર મુલાકાતી ટીમે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. શ્રીલંકાને પ્રથમ દાવમાં 312 રનમાં ઓલઆઉટ કર્યા બાદ પાકિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં 461 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. આ રીતે પાકિસ્તાને પ્રથમ દાવમાં 149 રનની લીડ મેળવી લીધી છે.

મિડલ ઓર્ડર બેટ્સમેન સઈદ શકીલે પાકિસ્તાન માટે અજાયબી કરી બતાવી. શકીલે 361 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 208 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. તે પાંચમા નંબર પર બેટિંગ કરીને બેવડી સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે, સઈદ શકીલ શ્રીલંકામાં બેવડી સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન બની ગયો છે. આ પહેલા શ્રીલંકામાં કોઈપણ પાકિસ્તાની બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર 196 હતો જે મોહમ્મદ હફીઝે બનાવ્યો હતો.

કોહલી રમશે તેની 500મી ઈન્ટરનેશનલ મેચ, વેસ્ટ ઈન્ડિઝ સામે દેખાડશે પોતાનો જલવો

એક સમયે પાકિસ્તાને માત્ર 101 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સઈદ શકીલે નીચલા ક્રમના ખેલાડીઓ સાથે મળીને પોતાની ટીમને 461 સુધી પહોંચાડી હતી. શકીલ ઉપરાંત આગા સલમાને 83, નૌમાન અલીએ 25, શાહિન આફ્રિદીએ 09, નસીમ શાહે 06 અને અબરાર અહેમદે અણનમ 10 રન બનાવ્યા હતા.

Back to top button