બનાસકાંઠા: ડીસામાં શિક્ષકોને BLOની કામગીરી સોંપાતા વિરોધનો સૂર
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર શિક્ષકોને બુથ લેવલ અધિકારી તરીકેની નિમણૂક આપતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. આજે જિલ્લા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અન્ય કેડરના કર્મચારીઓને પણ બીએલઓની કામગીરી સોંપવા માટે રજૂઆત કરી હતી.
પ્રાથમિક શિક્ષક ઘટક સંઘે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક બનાસકાંઠા : પ્રથમવાર એકસાથે 52 શિક્ષકોનો વિદાય સમારંભ : ડીસામાં જિલ્લા પ્રાથમિક શિક્ષકોની મંડળીમાં ધિરાણ મર્યાદા 5 લાખથી વધારી 12 લાખ કરાઈઘટક સંઘના આગેવાનોએ શિક્ષકોને સોંપવામાં આવતી બુથ લેવલ અધિકારીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત નિર્વાચન આયોગે શિક્ષકો સિવાય અન્ય કેડરના કર્મચારીઓને પણ બીએલઓ તરીકેની કામગીરી સોંપવા માટે સૂચિત કર્યા છે અને શક્ય હોય ત્યાં સુધી શિક્ષકોને આ કામગીરી ન સોંપવા પણ સૂચના આપી છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સિવાય તમામ શિક્ષકોને બુથ લેવલ અધિકારી તરીકેની કામગીરી સોંપતા શિક્ષકોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. જેથી આજે જિલ્લા શિક્ષક ઘટક સંઘના પ્રમુખ સંજય દવે સહિત આગેવાનોએ ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપ્યું હતું અને શિક્ષકો સિવાય અન્ય કેડરના કર્મચારીઓને પણ BLOની કામગીરી સોંપવા માટે રજૂઆત કરી હતી.
અન્ય કેડરના કર્મચારીઓને કામગીરી સોંપવા રજૂઆત
આ અંગે બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સંજય દવેએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સિવાય તમામ શિક્ષકોને કામગીરી માટે નિમણૂક કરાયા છે. ગુજરાત નિર્વાચન આયોગે શિક્ષકો સિવાય અન્ય કેડરના લોકોને BLOની કામગીરી સોંપવાની સૂચના આપી છે અને ખાસ જરૂર હોય તોજ શિક્ષકોને કામગીરી સોંપવા માટેની માર્ગદર્શિત સૂચના આપી છે. તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં તમામ શિક્ષકોને આ કામગીરી સોંપાય છે. તેથી અમે આજે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી અન્ય કેડરના લોકોને પણ કામગીરી સોંપવા માટે રજૂઆત કરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસાના પેછડાલમાં એક મહિનાથી 5-5 ફૂટ પાણી, લોકોને ભારે મુશ્કેલી