ગુજરાત

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભે સમીક્ષા બેઠકોની કરી શરૂઆત

  • આમ આદમી પાર્ટી સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડશે.
  • ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા સહિત પ્રદેશના નેતાઓએ સમીક્ષા બેઠકોમાં લીધો ભાગ.

અમદાવાદ: આવનારા થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, એવામાં આમ આદમી પાર્ટીએ તમામ નગરપાલિકાઓ, પેટા ચૂંટણીઓ અને તાલુકા પંચાયત/ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 40 લાખથી વધુ વોટ મળ્યા હતા. જેનાથી પ્રભાવીત થઈ આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને યોજનાબદ્ધ રીતે કામ શરૂ કરી દીધું છે અને ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યાં ત્યાં સમીક્ષા સમીક્ષા બેઠકો શરૂ કરી દીધી છે.

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભે સમીક્ષા બેઠકોની કરી શરૂઆત

આપ ગુજરાત નગરપાલિકા ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલિયા તથા આપ ગુજરાત કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડાની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લાના ધરમપુર, પારડી, બીલીમોરા અને સોનગઢ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

સૌરાષ્ટ્ર ઇસ્ટ ઝોનમાં શિહોરી, પાલીતાણા અને ગારીયાધાર, તળાજા અને મહુવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, સૌરાષ્ટ્ર ઝોન કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ સોલંકી, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ગારીયાધાર ના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મંત્રી અમૃતભાઈ મકવાણા અને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું.

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભે સમીક્ષા બેઠકોની કરી શરૂઆત

ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની અધ્યક્ષતામાં રાજુલા અને ચલાલા નગરપાલીકા ચૂંટણી સંદર્ભે સ્થાનિક પદાધિકારીઓ તેમજ જીલ્લા પ્રમુખ સાથે સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ સિવાય ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તથા ધારાસભ્ય ભુપત ભાયાણીને અધ્યક્ષતામાં લાઠી અને જાફરાબાદમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સિવાય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, અજીતભાઈ લોખિલની અધ્યક્ષતામાં જામજોધપુર નગરપાલિક, સલાયા નગરપાલિકા અને ભાણવડ નગરપાલિકામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. મધ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારી, કાર્યકારી અધ્યક્ષ જ્વેલબેન વસરા તથા ગુજરાત પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ રામની અને પ્રદેશ સંગઠન મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ઠાસરા, ચકલાસી, મહેમદાબાદ, ખેડા, ધંધુકા સાણંદ અને બાવળામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં સ્થાનિક મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી અને ચૂંટણીના સમીકરણોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. સાથે સાથે આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે તેઓ પ્રજાના મુદ્દાઓને લઈને ચૂંટણી લડશે.

આ પણ વાંચો: ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ‘જ્ઞાન સહાયકના નામે ભાજપ યુવાનોનું શોષણ કરી રહી છે’

Back to top button