ગુજરાત

ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ‘જ્ઞાન સહાયકના નામે ભાજપ યુવાનોનું શોષણ કરી રહી છે’

Text To Speech
  • TAT-TET પાસ કરનાર યુવાનોને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં લગાવીને ભાજપ યુનાનોનો મજાક બનાવી રહી છે: ઈસુદાન ગઢવી
  • ગુજરાતના યુવાનોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી જરૂર પડે ઉગ્ર આંદોલન કરશે: ઈસુદાન ગઢવી

અમદાવાદ: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે, પાંચ પાંચ વર્ષ સુધી મહેનત કરીને TAT-TET પરીક્ષા પાસ કર્યા બાદ જ્ઞાન સહાયકના નામે ગુજરાતના યુવાનોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી મજાક બનાવી દીધા છે. આ યુવાનોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો તો ભાજપ સરકારે પોલીસને આગળ કરીને તેમની અટકાયત કરી. આના પરથી તો એવું જ લાગે છે કે, એમને વિરોધ કરવાનો પણ હક નથી અને કંઈ બોલવાનો પણ હક નથી. આ યુવાનોએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા અને ભાજપે તેના બદલામાં આ યુવાનોને જેલના સળિયા પાછળ મોકલી દીધા.

ભાજપ યુવાનોનું શોષણ કરવાનું બંધ નહી કરે તો ઈસુદાની ઉગ્ર આંદોલનની ચિમકી:

આ યુવાનો જ્યારે આ બાબતને લઈને મંત્રીઓને મળવા જાય છે, ત્યારે તેમને સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે “તમારી પાસે કાંઈ નથી અને આ નોકરી તમને મળે છે તો તમે લઈ લો” આવી વાહિયાત વાતો કરવામાં આવે છે. મને લાગી રહ્યું છે કે ભાજપ ખૂબ જ અહંકારી પાર્ટી થઈ ગઈ છે. જ્ઞાન સહાયકના નામે ભાજપ સરકારે TAT-TET પાસ યુવકોનું શોષણ કરવાનું નક્કી કર્યું છે, તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. નહિતર આગામી સમયમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન પણ કરશે.

આ પણ વાંચો: કોણ હશે PM પદનો ચહેરો? કેવી રીતે લખાઇ વિપક્ષી એકતાની સ્ક્રિપ્ટ; 26 પક્ષોની એકસાથે આવવાની શું છે સ્ટોરી

Back to top button