ખેડા: બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે અપનાવી અનોખી તરકીબ,પોલીસ પણ જોઈ ચોંકી ગઈ
દારૂની હેરાફેરી કરવા માટે હવે બુટલેગરો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ અવાર નવાર બુટલેગરોની દારૂની હેરાફેરી માટેની આ નવી નવી તરકીબ પર પાણી ફેરવી દેતી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના ખેડા જિલ્લામાંથી સામે આવી છે. જેમાં ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સીમેન્ટના ટેન્કરમાંથી 49.32 લાખનો વિદેશી દારુ ઝડપી પાડ્યો છે.
ખેડામાંથી મોડી માત્રામા વિદેશી દારુ ઝડપાયો
ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પરથી નડિયાદ નજીક ઉત્તરસંડા-ચકલાસી ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે. ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાન પાસીંગની બંધ બોડીની સીમેન્ટ વહન કરતી ટેન્કરમાંથી 49.32 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યોછે. આ સાથે પોલીસે એક પરપ્રાંતીય ચાલકને ઝડપી લીધો છે. અને ચાલક સહિત દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનનો બુટલેગર સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
59 લાખ 38 હજાર રૂપીયાનો મુદ્દામાલ જપ્ત
પ્રાપ્ત વિગતો મુજબ ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો ગતરાત્રે ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતાં. આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઇવે પર એક ટેન્કર મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી પસાર થવાની છે. આ બાતમીને આધારે એલસીબીના માણસો અહીં વોચ રાખી હતી અને આ હાઈવે પર ઉત્તરસંડા-ચકલાસી ઓવરબ્રિજ પાસેથી પસાર થતી શંકાસ્પદ ટેન્કરને અટકાવી હતી. અને તેમા તપાસ કરતા પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચાલક વિરેન્દ્ર રામસ્વરૂપ જાટ (રહે.રાજસ્થાન)ને અને ટેન્કર નંબર (RJ 27 GE 2639)ને ચકલાસી પોલીસ સ્ટેશનમાં લાવી ટેન્કરમાં રહેલા દારુની ગણતરી કરતા તેમાંથી વિદેશી દારૂની જુદી જુદી બોટલો નંગ 9864 કિંમત રૂપિયા 49 લાખ 32 હજાર, પોલીસે ડ્રાઈવરની તલાસી લેતા તેની પાસેથી રોકડા 1000 તથા એક 5હજાર રૂપીયાનો મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂપીયા 59 લાખ 38 હજાર રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો : સંભાળજો! રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ