ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઠેર-ઠેર ભરાયા પાણી

Text To Speech

​​​​ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં બે કલાકમાં ચાર ઇંચ ખાબક્યો છે. તો ગીરસોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક ધારો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઠેર-ઠેર ભરાયા પાણી

સુરતમાં ભારે વરસાદના કારણે થયો ટ્રાફિકજામ:

સુરતમાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉધના દરવાજાથી ઉધના ત્રણ રસ્તા સુધી અઢી કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. રસ્તા પર ખાડા પડવાના અને પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા છે. સુરતમાં બારડોલીમાં ધોધમાર વરસાદ થતા સુગર નજીક આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઠેર-ઠેર ભરાયા પાણી

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી:

હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકાઓમાં વરસાદ, જાણો સૌથી વધુ કયા થઇ મેઘમહેર

Back to top button