ગુજરાતટ્રેન્ડિંગ

પતિ-પત્નીના પ્રેમનું અનોખું ઉદાહરણ, પત્નીના મૃત્યુથી પતિએ સમાધિ પર મંદિર બનાવ્યું

Text To Speech

પતિ-પત્નીના પ્રેમની અનોખી ઘટના સામે આવી છે. જેને સાંભળીને તમે પણ ચોકી જશો, સામાન્ય રીતે લોકો ભગવાન, સંતો મહંતો, ગુરુજનો કે માતા-પિતાના મંદિરો બનાવતા હોય છે. પરંતુ તમે ક્યારે એવું સાંભળ્યું છે. કે કોઈ પતિએ તેની પત્નીની યાદમાં મંદિર બનાવ્યું હોય, પતિએ પોતાની મૃત પત્નીની યાદમાં ડેરી બનાવી છે. આવી એક ઘટના સામે આવી છે. જે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા ટોટાણા ગામની છે.

બીજા પત્ની ભાવનાબહેન અને પુત્ર સાથે ગોવિંદભાઇ.

ગોવિંદભાઈ બજાણીયાના લગ્ન વર્ષ 2009માં વર્ષાબહેન સાથે થયા હતા. જે બાદ વર્ષાબહેનને એક પુત્રનો જન્મ થયો હતો અને આ દંપતી પુત્ર સાથે સુખેથી જીવન જીવતું હતું. પરંતું વર્ષાબહેનને બાળપણથી વાલની બીમારી હતી. જેને લઇને તેઓ બીમાર રહેતાં હતા.

પતિએ આપ્યું પ્રેમનું અનોખું ઉદાહરણ

સમય જતાં આ બીમારી ઘર કરી ગઇ અને વર્ષ 2018માં અચાનક વર્ષાબહેનની તબિયત વધુ બગડવા માંડી. જેથી ગોવિંદભાઈ તેમને પાંચથી છ વાર અમદાવાદની હોસ્પિટલમાં બતાવવા લઈ ગયા હતા.પરંતુ વધુ તબિયત ખરાબ થતા વર્ષાબહેન કોમામાં જતા રહ્યા હતા. જેથી ગોવિંદભાઈ વર્ષાબેનની સેવામાં લાગી ગયા હતા અને તેમણે નોકરી પણ મૂકી દીધી હતી.

જેને લઇને ઘરની આર્થિક પરિસ્થિતિ બગડી જતાં મિત્રોની મદદથી ઘર ચલાવતા હતા.આ દરમિયાન વર્ષ 2019માં વર્ષાબહેનનું અવસાન થતાં ગોવિંદભાઇ પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો હતો. ગોવિંદભાઈ અને વર્ષાબહેને બંને ગુરુ બનાવેલા હતા. જેથી તેમને સમાધિ આપવામાં આવી હતી. જ્યાં પતિ પોતાની પત્નીને મળવા રોજે જાય છે. અને પૂજા – અગરબત્તી કરતા હોય છે. આ સાચા પ્રેમની નિશાની છે. જો કે ઘરની જવાબદારી અને પુત્ર માટે બીજા લગ્ન કરવા પડ્યા પરંતુ હજુ ગોવિંદભાઇ પોતાની પહેલી પત્નીને ભુલી શક્યા નથી. જે સાચા પ્રેમની નિશાની છે.

આ પણ વાંચો : ઊંઘમાં મળ્યું દર્દનાક મોત, હિંમતનગરમાં પંખા સાથે છત ધરાશાયી થતા માતા-પુત્રી મોતને ભેટ્યાં

Back to top button