એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, રાહુલે શરૂ કરી બેટિંગ પ્રેક્ટિસ,
ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. વેસ્ટ ઈન્ડિઝમાં બે મેચની ટેસ્ટ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે અને પાંચ મેચની ટી20 સીરીઝ રમશે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઈજાના કારણે આ પ્રવાસ પર ટીમ સાથે નથી. આમાં કેએલ રાહુલ પણ સામેલ છે. જો કે આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, IPL 2023 દરમિયાન ઈજાગ્રસ્ત કેએલ રાહુલે બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેની પ્રેક્ટિસનો વીડિયો સામે આવ્યો છે.
We've cried. We've waited. We're almost there. 🥹🤞 pic.twitter.com/kV8Xf1pzLf
— Lucknow Super Giants (@LucknowIPL) July 17, 2023
કેએલ રાહુલની IPL ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે તેની બેટિંગ પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો છે. IPL 2023ની મધ્યમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રાહુલને ઈજા થઈ હતી. આ પહેલા ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેએલ રાહુલ હવે 2023 એશિયા કપથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે, પરંતુ આ વીડિયો જોયા બાદ લાગે છે કે તે આયર્લેન્ડ સામેની સીરિઝથી જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.
એશિયા કપમાં ભારતે નેપાળને હરાવ્યું, હવે બુધવારે પાકિસ્તાન સાથે ટક્કર
બુમરાહ અને ઐયર આયર્લેન્ડ સીરીઝમાંથી અવેઈલેબલ રહેશે
જસપ્રીત બુમરાહ પીઠના દુખાવાના કારણે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તે IPL 2023 અને T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લઈ શક્યો ન હતો. શ્રેયસ ઐયર ઈજાના કારણે IPL 2023માં ભાગ લઈ શક્યો ન હતો. જો કે હવે આ બંને ખેલાડીઓ આયર્લેન્ડ સામેની સીરીઝમાંથી પરત ફરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઐયર અને બુમરાહ આયર્લેન્ડ સામેની સીરીઝ માટે ઉપલબ્ધ રહેશે.