પિત્ઝા, જલેબી ખાવા છતાં મિલિંદ સોમણ કેવી રીતે રહી શકે છે ફિટ?
- 57 વર્ષની ઉંમરે પણ મિલિંદ સોમણ છે ફિટ
- મિલિંદની ફેવરિટ વસ્તુ છે કાજુ કતરી
- તે બધુ જ ખાય છે, પરંતુ ખાસ રાખે છે ધ્યાન
મિલિંદ સોમણની ઉંમર 57 વર્ષ છે. ફિટનેસની બાબતમાં તે ઘણા યંગ લોકોને પણ ટક્કર આપી શકે છે. પોતાનું ફિટનેસ સિક્રેટ મિલિંદ હંમેશા સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. તેણે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે તે જલેબી, બર્ગર, ચિપ્સ બધુ જ ખાય છે. છતાં તે ફિટ રહી શકે છે.
આ છે મિલિંદનો ફિટનેસ મંત્ર
મિલિંદ સોમણ ફિટનેસની બાબતમાં કેટલાય લોકોની પ્રેરણા છે. તે ઘણી વખત રનિંગ કરતો, વોકિંગ કરતો કે એક્સર્સાઇઝ કરતો દેખાય છે. મિલિંદ સોમણે એક ઇન્ટરવ્યુમાં એ રહસ્ય વિશે જણાવ્યુ કે તે બધુ જ ખાવા છતાં ફિટ કેવી રીતે રહી શકે છે.
મિલિંદ ખાય છે ઢગલો ફ્રુટ્સ
મિલિંદ સોમણે તે સ્લિમ અને ફિટ કેવી રીતે છે, તેનું રહસ્ય જણાવતા કહ્યુ કે હું બહુ બધા ફ્રુટ્સ ખાઉ છું. હું આખુ પપૈયુ કે આખુ તરબુચ ખાઇ જઉં છુ. હું સવારે ઉઠીને ખાલી પેટે ઘણા બધા ફ્રુટ્સ ખાઉં છુ. સાચુ કહુ તો હું રોજના ત્રણથી ચાર કિલો ફ્રુટ્સ ખાઇ જઉં છુ. આ ફળ હું અડધા કલાકમાં ખાઇ લઉં છુ.
મિલિંદને પસંદ છે જલેબી અને કાજુ કતરી
જ્યારે મિલિંદને ચીટ મીલ અંગે પૂછવામાં આવ્યુ તો તેણે જવાબ આપ્યો કે હું ક્યારેય ચીટ કરતો નથી. હું બધુ જ ખાઉં છુ. જ્યારે જે વસ્તુ ખાવાનું મને મન થાય છે ત્યારે તે વસ્તુ ખાઇ લઉં છું. મને જલેબી અને કાજુ કતરી ખૂબ પસંદ છે. જોકે મારી પત્ની મને તે ખાવાથી રોકે છે. એવું કોઇ ફુડ નથી જે હું ડાયટમાં લેતો ન હોઉં.
જે વસ્તુ ફાયદાકારક હોય તેની માત્રા વધારો
મિલિંદ કહે છે કે જે વસ્તુ આપણા માટે ફાયદાકારક હોય તેની માત્રા વધારી દો. હું ચિપ્સ, બર્ગર, પિત્ઝા બધુ જ ખાઉં છું, પરંતુ આ બધી વસ્તુ પ્રમાણમાં ઓછી ખાઉં છુ. હું ફળ અને શાકભાજી ખૂબ વધુ ખાઉં છુ. હું એવી સલાહ આપીશ કે જે વસ્તુ તમારા શરીર માટે સારી હોય તેની માત્રા વધારી દો.
View this post on Instagram
એક્સર્સાઇઝ છોડવી નહીં
મિલિંદ સોમણ સખત એક્સર્સાઇઝ પણ કરે છે. તે કહે છે કે એક્સર્સાઇઝ કદી ન છોડવી. તે તમારી એક્સ્ટ્રા ફેટ બાળવામાં મદદ કરશે. થોડા સમય પહેલા મિલિંદ સોમણે એક વીડિયો ક્લિપ શેર કરી હતી, જેમાં તે દહેરાદુનના રસ્તાઓ પર ખુલ્લા પગે દોડતો દેખાયો હતો. મિલિંદ ઘણી વખત તેની પત્ની સાથે વર્કઆઉટના વીડિયો પોસ્ટ કરતો રહે છે.