ટ્રેન્ડિંગધર્મ

મંગળા ગૌરી વ્રત પર માં પાર્વતીની આ રીતે પૂજા કરી મેળવો લાભ

Text To Speech
  • આજે ત્રીજુ પણ મહત્ત્વનું મંગળા ગૌરી વ્રત
  • મંગળા ગૌરી વ્રતથી અધિક માસ શરૂ તેથી બનશે લાભદાયી
  • માતા ગૌરીની પૂજા કરવાથી મળશે ઉત્તમ ફળ

ભગવાન શિવની ઉપાસના માટે શ્રાવણનો મહિનો શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે વ્યક્તિ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાચા દિલથી ઉપાસના કરે છે તેમની તમામ મનોકામના પુર્ણ થાય છે. શ્રાવણના મહિનામાં માતા પાર્વતીની ઉપાસના કરવી પણ ઉત્તમ અને ફલદાયી ગણાય છે. શ્રાવણમાં મંગળવારના દિવસે માતા ગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે, તેને મંગળા ગૌરી વ્રત કહેવાય છે.

આ વર્ષે શ્રાવણ એક નહિ, પરંતુ પુરા 58 દિવસ ચાલશે. આ વર્ષે શ્રાવણ 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વર્ષનું પહેલુ મંગળાગૌરી વ્રત 4 જુલાઇ મંગળવારના રોજ રાખવામાં આવ્યુ હતુ. આ વખતે અધિક શ્રાવણ માસ હોવાના કારણે શ્રાવણ એક મહિનો વધુ રહેશે. આવો જાણીએ મંગળા ગૌરી વ્રતની તારીખ

મંગળા ગૌરી વ્રત પર માં પાર્વતીની આ રીતે કરો પૂજાઃ hum dekhenge news

મંગળા ગૌરી વ્રતની તારીખ

પહેલુ મંગળા ગૌરી વ્રતઃ 4 જુલાઇ, 2023
બીજુ મંગળા ગૌરી વ્રતઃ 11 જુલાઇ, 2023
ત્રીજુ મંગળા ગૌરી વ્રતઃ 18 જુલાઇ, 2023
ચોથુ મંગળા ગૌરી વ્રતઃ 25 જુલાઇ, 2023

અધિક શ્રાવણ હોવાના કારણે આ વર્ષે કુલ 9 મંગળા ગૌરી વ્રત થશે

પાંચમુ મંગળા ગૌરી વ્રતઃ 1 ઓગસ્ટ, 2023
છઠ્ઠુ મંગળા ગૌરી વ્રતઃ 8 ઓગસ્ટ, 2023
સાતમુ મંગળા ગૌરી વ્રતઃ 15 ઓગસ્ટ, 2023
આઠમુ મંગળા ગૌરી વ્રતઃ 22 ઓગસ્ટ, 2023
નવમુ મંગળા ગૌરી વ્રતઃ 29 ઓગસ્ટ, 2023

મંગળા ગૌરી વ્રત પર માં પાર્વતીની આ રીતે કરો પૂજાઃ hum dekhenge news

આજનું મંગળાગૌરી વ્રત કેમ છે મહત્ત્વનું?

18 જુલાઇ 2023ના રોજ ત્રીજુ મંગળાગૌરી વ્રત છે. માન્યતા એવી છે કે મહિલાઓ દ્વારા આ વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વૈવાહિક જીવન સુખમય રહે છે. આજથી અધિકમાસની શરૂઆત પણ થઇ રહી છે. અધિકમાસ લાગવાથી મંગળાગૌરી વ્રતનું મહત્ત્વ અનેક ગણુ વધી ગયુ છે. મંગળા ગૌરી વ્રત રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. વિવાહ યોગ્ય કુંવારી કન્યાઓના વિવાહમાં આવી રહેલી તમામ અડચણો દુર થાય છે અને મનગમતા વરની પ્રાપ્તિ થાય છે. જો સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે તો પતિનું આયુષ્ય વધે છે અને સંતાન સાથે જોડાયેલી સમસ્યાઓ દુર થાય છે.

આ પણ વાંચોઃ લગ્ન પછી આટલા ટકા લોકો કરે છે અફેર, સંશોધનનાં આકડાં તમને ચોકાવી દેશે

Back to top button