ટ્રેન્ડિંગસ્પોર્ટસ

રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર શેર કરી ફની પોસ્ટ

Rohit Sharma :  ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 5 ટેસ્ટ,3 વનડે અને 5 ટી20 મેચ રમશે.આ દરમ્યાન 12 જુલાઈએ શરૂ થયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં એક શાનદાર જીત મેળવી છે. ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનું નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું.આ ટુર વચ્ચે રોહિત શર્માએ એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે.આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવીં રહી છે.જેના પર ફેન્સ અલગ-અલગ પ્રિતિક્રિય આપી રહ્યા.
વેસ્ટ ઈન્ડિઝનું નબળું પ્રદર્શન

વેસ્ટ ઈન્ડિઝએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે પહેલી બેટિંગ કરીને માત્ર 150 રન બનાવીને 10 વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારે વેસ્ટ ઈન્ડિઝ તરફથી પહેલી બેટિંગ દરમ્યાન Alick Athanazeએ સોથી વધુ રન બનાવ્યા હતા.તેને 99 બોલમાં 47 રન બનાવ્યા હતા.ત્યારે બીજી બેટિંગ દરમ્યાન વેસ્ટ ઈન્ડિઝે માત્ર 130 રનમાં 10 વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતે વેસ્ટ ઈન્ડિઝને 141 રનથી હરાવ્યું હતું

ભારતે વેસ્ટ ઈન્ડિઝને પહેલી ટેસ્ટ માં કેપ્ટન રોહિત શર્માએ શાનદારએ 221 બોલમાં 103 રન બનાવ્યા હતા.આ દરમ્યાન બે સિક્સર પણ ફટકારી હતી.આ દરમ્યાન યશસ્વી જૈસવાલ દ્વારા 387 બોલમાં 171 રન બનાવ્યા હતા.આ શાનદાર ઓપનર ભાગીદારીથી ભારતે વેસ્ટ ઈન્ડિઝને 141 રનથી હરાવ્યું હતું.

રોહિત શર્માએ એક ફની પોસ્ટ કરી શેર

ભારતે વેસ્ટ ઈન્ડિઝને પહેલી ટેસ્ટમાં હારનો સ્વાદ ચખાડ્યો હતો.અને કેપ્ટન રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.જેના પર અલગ-અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે.જેમાં રોહિત શર્માએ મોબાઈલ ફોન પકડીને ઉભા રહીને કોઈની સાથે વાત કરી રહ્યો હોય તેવો ફોટો શેર કર્યો છે.જેમાં રોહિત શર્મા કેપ્શનમાં લખ્યું છે કે, “અનારકલીનો ફોન આવ્યો હતો. આઈસ્ક્રીમ ખાવું ખૂબ જ જરૂરી છે.” જણાવી દઈએ કે આ 1993માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની બાઝીગર ફિલ્મનો ડાયલોગ છે. જોની લીવરનું પાત્ર કાજોલ સાથે આ ડાયલોગ બોલે છે.

ફેન્સે આપી પ્રતિક્રિયા

રોહિતની પોસ્ટ પર ફેન્સ ખૂબ જ ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, “આઈસ્ક્રીમ નહીં વડાપાવ હૈ, ખાલો ભૈયા.” અન્ય એક ચાહકે કહ્યું, “વડાપાવ ભી મંગવાલ લિયે.” અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, “શું કોઈને આ પોસ્ટ સમજવામાં મુશ્કેલી પડી રહી છે. આ શાહરૂખની બાઝીગર ફિલ્મનો ડાયલોગ છે. રોહિત શર્માની ફેવરિટ ફિલ્મ.

આ પણ વાંચો : Cricket Update : એશિયન ગેમ્સ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત,ઋતુરાજ ગાયકવાડ હશે કેપ્ટન

Back to top button