ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ:ચાલુ શાળાએ વિદ્યાર્થીનું મોત, પરીક્ષા આપતા સમયે જ ધો.12નો વિદ્યાર્થી ઢળી પડ્યો

Text To Speech

રાજકોટની શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીનું ચાલુ શાળાએ જ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બાળક અચાનક ચાલુ ક્લાસમાં બેભાન થયા બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવાર તથા સ્કૂલમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

રાજકોટમાં વિદ્યાર્થીનું ચાલુ શાળામાં જ શંકાસ્પદ મોત

રાજકોટની હાઇસ્કૂલમાં બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું ચાલુ ક્લાસે મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધો.12નો વિદ્યાર્થી અચાનક ચક્કર ખાઇ બેભાન થઈ ઢળી પડ્યો હતો. વિદ્યાર્થી બેભાન થઈ જતા તેને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

રાજકોટ વિદ્યાર્થી હાર્ટ એટેક-humdekhengenews

હાર્ટ એટેકથી મોતનું અનુમાન

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિદ્યાર્થીના પિતા સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીમાં ફરજ બજાવે છે. આમ 17 વર્ષની નાની વયે હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત નિપજતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતુ. જો રે પ્રાથમિક તબક્કે વિદ્યાર્થીના મોતનું કારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યું છે  જો કે મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થશે.

 આ પણ વાંચો : મેઘતાંડવ માટે તૈયાર રહેજો ! અંબાલાલ પટેલની વધુ એક ભયંકર આગાહી

Back to top button