ગુજરાતટોપ ન્યૂઝ

અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું મોત, છેલ્લા 10 દિવસમાં 4 ગુજરાતીઓના મૃત્યુ

Text To Speech

અમરનાથ યાત્રાએ વધુ એક ગુજરાતીનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં . વડોદરાના ફતેહપુરાના યુવકનું મોતનું અમરનાથ યાત્રા દરમ્યાન મોત થયુ છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. 33 વર્ષીય યુવકનું હોર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અમરનાથ વડોદરા યુવક-humdekhengenews

 

અમરનાથ યાત્રામાં વડોદરાના યુવાનનું મોત

1 જૂલાઇથી બર્ફાની બાબા અમરનાથની યાત્રી શરૂ કરવામાં આવી છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આ યાત્રા કરીને બાબા અમરનાથના દર્શન કરતા હોય છે. ત્યારે તાજેતરમાં વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતો 33 વર્ષિય યુવક ગણેશ કદમ તેના 10 જેટલા મિત્રોના ગ્રુપ સાથે અમરનાથ યાત્રાએ જવા નિકળ્યો હતો. આ દરમિયાન ગણેશ કદમ તથા તેના મિત્રો ગત સાંજે પહેલગામમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માટે ઉભા હતા ત્યારે તે અચાનક જ ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેના મોતની પુષ્ટી કરી હતી.

-અમરનાથ વડોદરા યુવક-humdekhengenews

અમરનાથ યાત્રામાં છેલ્લા 10 દિવસમાં 4 ગુજરાતીઓના મૃત્યુ

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગણેશ કદમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન હાલ સેવાઇ રહ્યું છે.જો કે, મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થશે.નોંધનીય છે કે , વિતેલા 10 દિવસમાં અમરનાથ યાત્રામાં વડોદરાના બીજા વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં 4 ગુજરાતીઓના મૃત્યુ થયા છે. જેમાં વડોદરાના ગણેશભાઈ કદમ,સુરતના ઊર્મિલાબેન ગિરિશભાઇ મોદી , ભાવનગરનાશિલ્પાબેન નરેશભાઈ ડાંખરા , વડોદરાના રાજેન્દ્રભાઇ ભાટીયાના મોત થયા છે.

 આ  પણ વાંચો : રસ્તે દોડતું મોત! અમદાવાદમાં BRTSની અડફેટે એક યુવકનું કમકમાટી ભર્યું મોત

Back to top button