- ફ્રોડ કરતા હોવાનો વહેમ જતાં તેમણે સાઇબર હેલ્પ લાઇનમાં ફરીયાદ કરી
- રૂપિયા 44,220 ઓનલાઈન સેરવી લીધાની ફરિયાદ કરવામાં આવી
- આર્મી કેમ્પ બરોડા ખાતે નોકરી કરતો હોવાનું જણાવી છેતરપિંડી કરી
સોશિયલ મીડિયા પર સસ્તામાં બાઈક ખરીદવાની લાલચ ભારે પડી છે. જેમાં બાવળામાં સોશિયલ મીડિયાના માધ્યમથી જૂનું બાઈક ખરીદવા જતાં છેતરપિંડી થઇ હતી. તેમાં રૂપિયા 44,220 ઓનલાઈન સેરવી લીધાની ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આંખની બીમારીના દર્દી વધ્યા, બાળકોની ખાસ કાળજી રાખજો
આર્મી કેમ્પ બરોડા ખાતે નોકરી કરતો હોવાનું જણાવી છેતરપિંડી કરી
બાવળા શહેરમાં શિવગંગા સોસાયટીમાં રહેતા પરિવારને જૂનું બાઈક લેવાનું હોવાથી તેઓ સોશિયલ મીડિયા પરની એડમાં આપેલા મોબાઇલ નંબર પર વાત કરી સામાવાળાએ વિશ્વાસમાં લઈ રૂ. 44,220ના ઓનલાઇન નાણાં સેરવી લેતા ફરીયાદ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ બાવળા શહેરમાં આવેલી શિવગંગા સોસાયટીમાં રહેતા સતિષભાઈ પટેલને જૂનામાં બાઈક લેવાનું હોવાથી તેમના પત્નીના નામે ચાલતા ફેસબૂક આઇડીમાં તેઓ જૂના બાઈક સર્ચ કરી રહ્યા હતા. તે દરમ્યાન તેમાં જૂના બાઈક અંગે આવેલી એડમાં આપેલા એક મોબાઇલ નંબરપર ફોન કરતા સામાવાળાએ પોતાનું નામ દિલીપ અને તે આર્મી કેમ્પ બરોડા ખાતે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર
સતિષભાઈ સાથે ફ્રોડ કરતા હોવાનો વહેમ જતાં તેમણે સાઇબર હેલ્પ લાઇનમાં ફરીયાદ કરી
ત્યારબાદ અલગ અલગ બાઈકના ફોટા વ્હોટસએપ દ્વારા સતિષભાઈના મોબાઇલ પર મોકલ્યા હતા. જેમાંથી એક બાઈક પસંદ આવતા તેમણે તે બાઈક રૂ. 17,500માં વેચાણ લેવાનું નક્કી કર્યું હતું. જેથી સામાવાળાએ ક્યુઆરકોડ મોકલી રૂ. 1,550 તેમના ઘરે બાઈક મોકલવાના ટ્રાન્સપોર્ટના ભાડાના ઓનલાઇન કરી આપવાનું કહેતા ગૂગલ પે દ્વારા સતિષભાઈએ ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર પછી બીજા દિવસે તા.1લી જૂન ના રોજ ફોન આવ્યો હતો અને બાઈક પાર્સલ તૈયાર થઈ ગયું હોવાના ફોટા મોકલી આપ્યા હતા અને ટ્રાન્સપોર્ટમાં ટ્રાંજેકશન બતાવું પડે તેવું જણાવી બીજો એક નંબર આપી મોકલવાનું કહેતા તેમણે ટ્રાન્સફર કર્યા હતા. આ રીતે જુદાં જુદાં તબક્કામાં કુલ રૂ. 44,220 પડાવી લીધા હતા. ત્યારબાદ સામેના ઈસમો સાથે સતિષભાઈ સાથે ફ્રોડ કરતા હોવાનો વહેમ જતાં તેમણે સાઇબર હેલ્પ લાઇનમાં ફરીયાદ કરી હતી.