અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત બનશે વધું વેગવંતુ, UAEના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સિયલ અફેર્સ સાથે કરી CM ભુપેન્દ્ર પટેલે મુલાકાત

Text To Speech
  • G20 સમિટ અંતર્ગત આજ રોજ યોજાઈ બેઠક 
  • UAEના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સિયલ અફેર્સ સાથે CMએ કરી મુલાકાત 
  • આ મુલાકાતમાં UAE અને ગુજરાતના વિવિધ ક્ષેત્રે પરસ્પર રોકાણ કરી શકે તેની સંભાવના

G20 સમિટ અંતર્ગત ગાંધીનગરના ગીફ્ટ સિટીમાં આજ રોજ આયોજિત કરવામાં આવેલ ઈન્ફાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ ડાયલોગનો દેશવિદેશથી પધારેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં શુભારંભ ગાંધીનગરમાં ખાતે કરવામાં આવ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરતા ગીફ્ટ સિટીનું આ પરિસર ઈન્ટરનેશનલ ડિસ્કસનનું પ્લેટફોર્મ બન્યું છે તે આપણા દેશ માટે ઘણા આનંદની વાત છે.

UAE અને ગુજરાતના વિવિધ ક્ષેત્રે પરસ્પર રોકાણની કરી વાત-HUMDEKHENGENEWS
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

CM ભુપેન્દ્ર પટેલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો અને રોકાણકારોની આપી માહિતી 

G20 અંતર્ગત ગુજરાના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં GIFT સિટી ખાતે UAEના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સિયલ અફેર્સ સાથે આજ રોજ આયોજિત બેઠકમાં ભાગ લીધો છે. બેઠકમાં ભાગ લેવા ગાંધીનગર પધારેલ UAEના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સિયલ અફેર્સ મહોમ્મદ અલ હુસેની સાથે GIFT સિટી ખાતે મુલાકાત કરી.  ગુજરાતમાં GIFT સિટી ખાતે મુલાકાત ઉપરાંત ધોલેરા SIR માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો અને રોકાણકારો માટે ઉપલબ્ધ શ્રેષ્ઠ અવસરોની પણ જાણકારી તેમને ભુપેન્દ્ર પટેલે મહોમ્મદ અલ હુસેનને આપી છે .

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને UAEના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સિયલ અફેર્સ
G20 બેઠક

ગુજરાતને થશે રોકાણમાં લાભ

આ ઉપરાંત, તેમને ગુજરાતમાં ગ્રીન ગ્રોથની નેમ સાથે રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન સહિતના ક્ષેત્રોના થઈ રહેલ વિકાસની રૂપરેખા પણ આપી છે. તેમજ UAE અને ગુજરાતના વિવિધ ક્ષેત્રે પરસ્પર રોકાણ કરી શકે તેની સંભાવનાઓ અંગે ફળદાયી પરામર્શ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો :PM મોદીએ દિલ્હી પૂર અંગે LG સાથે વાત કરી, CM કેજરીવાલ ગ્રાઉન્ડ ઝીરો પર હશે

Back to top button