ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ક્રિકેટ રમતા-રમતા અરવલ્લીના યુવકનું હાર્ટએટેકથી મોત

Text To Speech

ગુજરાતમાં હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે નાની ઉંમરે યુવાનોના મોતના કિસ્સાઓ સૌ કોઈને હચમચાવી રહ્યા છે.જે ચિંતાનો વિષય છે. હવે તો નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેકના કારણે મુત્યુ થતા જોવા મળે છે. ક્યારેક રમતા-રમતા તો ક્યારેક બેઠા-બેઠા હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે અને પળવારમાં યુવકોના મોત થઈ રહ્યા છે.

અરવલ્લી એક ઘટના સામે આવી છે. જે સાંભળીને તમે ચોકી જશો. ઘટનામાં નાની ઉંમરમાં યુવકને હાર્ટ એટેકથી મોત થયું છે. જેમાં ક્રિકેટ રમતા 20 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. રાજ્યમાં હાર્ટએટેકના બનાવો વધતા જોવા મળી રહ્યા છે. થોડા મહિના અગાઉ મોરબી જિલ્લા પંચાયતના ગ્રામસેવક ક્રિકેટની પ્રેક્ટીસ કરતા હતા. એ સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

જે બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ ઘટના હજુ ભૂલાણી નથી અને બીજી એક ઘટના સામે આવી છે.આ યુવકનું નામ પર્વ સોની છે. જેની ઉમર માત્ર 20 વર્ષની જ છે. પર્વ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. જેના મૃત્યુથી પરિવારમાં ભારે શોક છે.

આ પણ વાંચો : ગુજરાત બનશે બધું વેગવંતુ, UAEના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સિયલ અફેર્સ સાથે કરી CM ભુપેન્દ્ર પટેલે મુલાકાત

Back to top button