UPIથી લઈને IIT સુધી PM મોદીએ UAEમાં કરી આટલી ડીલ , ભારતને થશે અઢળક ફાયદો
HD ન્યુઝ ડેસ્કઃ PM Modi ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ની મુલાકાત લીધા બાદ શનિવારે (15 જુલાઈ) ના રોજ સ્વદેશ પરત ફર્યા. ફ્રાન્સની બે દિવસની મુલાકાત બાદ PM શનિવારે એક દિવસની મુલાકાત માટે UAE પહોંચ્યા હતા. જ્યાં તેમણે UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.
પીએમ મોદીનું હાર્દિક સ્વાગત: રાષ્ટ્રપતિ ભવન ‘કસ્ર અલ વતન’ ખાતે પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં UAEના રાષ્ટ્રપતિએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિને કહ્યું કે જે રીતે આપણા દેશો વચ્ચેના સંબંધો વિસ્તર્યા છે, તેમાં તમારો મોટો ફાળો છે. ભારતમાં દરેક વ્યક્તિ તમને સાચા મિત્ર તરીકે જુએ છે.
પોતાની કરન્સીમાં વ્યવહારઃ ભારત અને UAE એ પોતપોતાની કરન્સીમાં બિઝનેસ ટ્રાન્ઝેક્શન શરૂ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત યુએસ ડોલરમાં કરવામાં આવતા કારોબાર પર નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક ચલણમાં વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ક્રમમાં ઘણા દેશો સાથે રૂપિયામાં બિઝનેસ શરૂ કરવામાં આવ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક ચલણમાં વેપાર કરવા માટે ભારત અને UAE વચ્ચે થયેલા એમઓયુમાં સ્થાનિક ચલણ સેટલમેન્ટ સિસ્ટમ (LCSS) સ્થાપિત કરવાનો ઈરાદો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેનાથી ભારતીય રૂપિયો અને UAE દિરહામ બંનેનો દ્વિપક્ષીય ઉપયોગ વધશે.
IIT દિલ્હી કેમ્પસ અબુ ધાબીમાં ખોલવામાં આવશે: અબુ ધાબીમાં IIT દિલ્હીનું કેમ્પસ સ્થાપવા સંમતિ સધાઈ હતી. શિક્ષણ મંત્રાલય અને અબુ ધાબીના શિક્ષણ અને જ્ઞાન વિભાગ (ADEK) એ ગલ્ફ દેશમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) દિલ્હી કેમ્પસ સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું IITને વૈશ્વિક બનાવવાના અભિયાનનો એક ભાગ છે.
આ પણ વાંચોઃ PM Modi : ફ્રાંસ અને UAE ના સફળ પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી ભારત પહોંચ્યા