વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લીધા બાદ શનિવારે સ્વદેશ પરત ફર્યા હતા. PM મોદીએ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં બેસ્ટિલ ડે પરેડમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. ભારત અને ફ્રાન્સે અવકાશ, નાગરિક ઉડ્ડયન, મ્યુઝોલોજી, પેટ્રોલિયમ અને વેપાર જેવા વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા.
UPI દ્વારા પેમેન્ટની કરાશે શરૂઆત
આ ઉપરાંત, ભારત અને UAE પોતપોતાની કરન્સીમાં વ્યવસાયિક વ્યવહારો શરૂ કરવા અને ભારતની યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI) ને UAE ના ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ (IPP) સાથે લિંક કરવા સંમત થયા હતા. બંને દેશો અબુ ધાબીમાં IIT દિલ્હીનું કેમ્પસ સ્થાપવા માટે પણ સંમત થયા હતા. અગાઉ, પીએમ મોદી પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર બેઠક યોજવા સત્તાવાર મુલાકાતે શનિવારે અબુ ધાબી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફ્રાંસ પ્રવાસમાં પણ બંને દેશોના વડા પરસ્પર સ્નેહ સાથે મળ્યા
આ પહેલા વડાપ્રધાન બે દિવસીય ફ્રાંસના પ્રવાસે હતા. આના થોડા કલાકો પહેલા UAEએ કહ્યું હતું કે ભારત સાથે તેની આર્થિક ભાગીદારી બંને દેશોના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી, યુએઈના વિદેશ વેપાર રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નવી દિલ્હી સાથે બિન-તેલ વેપાર 2030 સુધીમાં $100 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે.