IPLની છેલ્લી સિઝનમાં 35 સિક્સ મારનાર ખેલાડીને ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન
- IPL 2023માં શિવમનું શાનદાર પ્રદર્શન હોવાથી ભારતે એશિયન ગેમ્સ 2023 માટેની ટીમમાં શિવમ દુબેનો કર્યો સમાવેશ.
BCCI એ એશિયન ગેમ્સ 2023 માટે ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં ઘણા નવા ખેલાડીઓને તક મળી છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટનું ફોર્મેટ T20 હશે. આ કારણથી આઈપીએલ અને ડોમેસ્ટિક મેચોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આમાં શિવમ દુબેનું નામ પણ સામેલ છે. શિવમે છેલ્લી IPL સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તે ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રમી રહ્યા હતા.
IPL 2023માં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે શિવમ દુબે બીજા નંબર પર હતા. તેમણે 35 સિક્સર ફટકારી હતી. શિવમે 16 મેચની 14 ઇનિંગ્સમાં 418 રન બનાવ્યા હતા. આ દરમિયાન 3 અડધી સદી ફટકારી હતી. તેમજ ભારત માટે 13 T20 મેચ પણ રમી છે. જેમાં 105 રન બનાવ્યા હતા. તેમણે ભારત માટે એક વનડે મેચ પણ રમી છે. તેમણે 106 T-20 મેચ રમી છે, જેમાં તેમણે 1913 રન બનાવ્યા છે.
Sixer Dube reloading in Blue 🅂🄾🄾🄽 💪🇮🇳#AsianGames #WhistlePodu 🦁💛 @IamShivamDube pic.twitter.com/In503AZNKu
— Chennai Super Kings (@ChennaiIPL) July 15, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સે શિવમને ટીમ ઈન્ડિયામાં સામેલ થવા પર ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે. ટીમે શિવમનો ફોટો ટ્વીટ કર્યો છે. CSKએ કેપ્શનમાં લખ્યું છે કે, “શિવમ દુબે રીલોડિંગ ઇન બ્લુ સુન”. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ટ્વીટને 4600 થી વધુ લોકોએ લાઈક કર્યું છે. જ્યારે ઘણા ચાહકોએ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઈએ કે શિવમે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ ટી20 મેચ રમી હતી. આ પછી છેલ્લી મેચ ફેબ્રુઆરી 2020 માં રમાઈ હતી. તે 2020 પછી ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી. પરંતુ હવે એશિયન ગેમ્સ માટે ટીમમાં પસંદગી પામ્યા છે. શિવમે ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. આ તેની અત્યાર સુધીની પ્રથમ અને છેલ્લી વન-ડે મેચ હતી.
આ પણ વાંચો: Cricket Update : એશિયન ગેમ્સ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત,ઋતુરાજ ગાયકવાડ હશે કેપ્ટન