ગુજરાતમધ્ય ગુજરાત

દ્વારકા બાદ રાજ્યના વધુ એક મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ

Text To Speech

રાજ્યમાં એક દિવસ પહેલા પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. ત્યારે હવે દ્વારકા બાદ ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે.

ડાકોરના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શકાશે નહીં

મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર રોક લગાવવામા આવી છે.એક દિવસ પહેલા દ્વારકાના દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરની પરિસરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો અને સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરી હતી. ત્યારે હવે ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શકાશે નહીં તેવી નોટીસ લગાવવામા આવી છે.

ડાકોર મંદિર-humdekhengenews

મંદિર બહાર લાગ્યા બોર્ડ

યાત્રાધામ ડાકોર મંદિર ટેમ્પલ કમીટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને મંદિરમા દરેક જગ્યાએ આ અંગે નોટીસ લગવવામા આવી છે. અને તેમાં ખલખ્યું છે કે , “ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.”

 અગાઉ પણ લેવાયો હતો આવો નિર્ણય

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારનો નિર્ણય ડાકોર મંદિરમાં લેવામાં આવ્યો હતો.પરંતુ હવે મંદિર પ્રશાસન આ નિર્ણય અંગે મક્કમ થયું છે.

 આ પણ વાંચો : રાજ્યમાંથી વધુ એક ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, 1500 રૂપિયામાં મિનિટોમાં તૈયાર કરી આપતા માર્કશીટ

Back to top button