ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

India vs West Indies : ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે મેળવી શાનદાર જીત, ભારતીય ઓપનરનું શાનદાર પ્રદર્શન

India vs West Indies : ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 5 ટેસ્ટ,3 વનડે અને 5 ટી20 મેચ રમશે.આ દરમ્યાન 12 જુલાઈએ શરૂ થયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં એક શાનદાર જીત મેળવી છે, ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનું નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું.વેસ્ટ ઈન્ડિઝ સામેની ડોમિનિકા ટેસ્ટના પ્રથમ બે દિવસમાં જ મેચનું ભાવિ લગભગ નક્કી કરી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસના અંતે એક દાવ અને 141 રનથી જીત મેળવી હતી.આ જીતથી સીરિઝમાં ભારતે 1-0 થી જીત લીડ મેળવી છે.

વેસ્ટ ઈન્ડિઝનું નબળું પ્રદર્શન

વેસ્ટ ઈન્ડિઝએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે પહેલી બેટિંગ કરીને માત્ર 150 રન બનાવીને 10 વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારે વેસ્ટ ઈન્ડિઝ તરફથી પહેલી બેટિંગ દરમ્યાન Alick Athanazeએ સોથી વધુ રન બનાવ્યા હતા.તેને 99 બોલમાં 47 રન બનાવ્યા હતા.ત્યારે બીજી બેટિંગ દરમ્યાન વેસ્ટ ઈન્ડિઝે માત્ર 130 રનમાં 10 વિકેટ ગુમાવી દીધી હતી.

રવિચંદ્રન અશ્વિનની શાનદાર ફોર્મમાં જોવા મળ્યો 

આ ટેસ્ટ દરમ્યાન વેસ્ટ ઈન્ડિઝ સામે રવિચંદ્ર અશ્વિનએ બે ઇનિગસ દરમ્યાન કુલ 13 વિકેટ લીધી હતી.જેમાં પહેલી ઇનીગાસમાં 5 વિકેટ અને બીજી ઇબીદીસ દરમ્યાન 7 વિકેટ લીધી હતી.

ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના સ્કોર સામે બનાવ્યા 421 રન

ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે એક મજબુત શરુવાત અને ભારતીય ઓપનરની શાનદાર ભાગીદારી બાદ ભારત વેસ્ટ ઈન્ડિઝના 150 સ્કોરની સામે 5 વિકેટના નુકશાન બાદ 421 રન બનાવ્યા હતા.અને ભારતે 271 રનની લીડ મેળવી હતી.

ટીમ ઇન્ડિયાના ઓપનરએ આપી મજબુત શરુવાત

ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના 150 રન સામે ભારતીય ઓપનરે શાનદાર શરુવાત અપાવી હતી.જેમાં યશસ્વી જૈસવાલ દ્વારા 387 બોલમાં 171 રન બનાવ્યા હતા.અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા 221 બોલમાં 103 રન બનાવ્યા હતા.આ દરમ્યાન બે સિક્સર પણ ફટકારી હતી.

વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ રહી નબળી

ભારતે શાનદાર શરુવાત પછી વેસ્ટ ઈન્ડિઝની જોવાનું એ હતું કે વિન્ડીઝની ટીમ આ મેચને કેટલો સમય ખેંચી શકે છે. જોકે, તેની હાલત શરૂઆતમાં ખરાબ થઈ ગઈ હતી. બીજા સેશનના અંત સુધીમાં ટીમે માત્ર 27 રનમાં કેપ્ટન ક્રેગ બ્રેથવેટ અને તેજનર ચંદ્રપોલની વિકેટ ગુમાવી દીધી હતી. આ વિકેટ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ લીધી હતી.

મોહમ્મદ સિરાજે જોશુઆ દાસિલવાને પેવેલિયનમાં મોકલ્યો

ત્રીજું સત્ર શરૂ થયા બાદ પણ આ જ સ્થિતિ ચાલુ રહી હતી. બંને સ્પિનરોએ ટૂંક સમયમાં રેમન રેફર અને જર્માઈન બ્લેકવુડને પોતાનો શિકાર બનાવ્યો. તે જ સમયે મોહમ્મદ સિરાજે જોશુઆ દાસિલવાને પેવેલિયનમાં મોકલ્યો હતો.

વિરાટ કોહલીએ બનાવ્યા 76 રન

વિરાટ કોહલીએ પણ મજબુત શરુવાત કરી હતી. જેને દિવસની શરૂઆતમાં જ લાઈફલાઈન મળી હતી. લંચ સુધી કોહલીએ પણ 72 રન બનાવ્યા હતા અને એવું લાગી રહ્યું હતું કે તે બીજા સેશનમાં સદી સુધી પહોંચી જશે. લંચ પછી, તે ફરીથી પાંચમા બોલ પર કેચ ચૂકી ગયો, પરંતુ થોડા જ સમયમાં તે રહકીમ કોર્નવોલનો શિકાર બન્યો. કોહલી માત્ર 76 રન બનાવી શક્યો હતો. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ કેટલાક સારા શોટ લગાવીને ટીમને 400 રનથી આગળ લઈ ગઈ હતી. ભારતે 5 વિકેટે 412 રનના સ્કોર પર દાવ ડિકલેર કર્યો હતો.

આ પણ વાંચો : IND vs SA: ટીમ ઈન્ડિયા ફરી સાઉથ આફ્રિકા જશે, ટેસ્ટ-ODI અને T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર

Back to top button