કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ચુડા ડબલ મર્ડર કેસમાં તપાસ માટે SIT ની રચના : બે PSI સસ્પેન્ડ કરાયા

  • રેન્જ આઈજી અશોકકુમાર યાદવ કરશે સીટ તપાસનું મોનીટરીંગ
  • જામનગર એસપી પ્રેમસુખ ડેલુને બનાવાયા સીટના અધ્યક્ષ
  • પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારતા પરિજનો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનાને લઇ અને સમગ્ર રાજ્યમાં ભારે ઘેરા પડઘા પડ્યા છે. અહીં બે સગા ભાઈઓને જમીન મુદ્દે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને લઇ અને ભારે હોબાળો મચી ગયો હતો. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે બંનેના મૃતદેહોને રાખવામાં આવ્યા હતા. ઘટનાને 48 કલાક બાદ પણ હજુ સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકાર કરવામાં આવ્યો નથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અનુસૂચિત જાતિના અગ્રણીઓ આગેવાનો યુવા વર્ગ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ધામા નાખ્યા હતા. ત્યારે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પણ સુરેન્દ્રનગર ખાતે દોડી આવ્યા હતા. તેઓએ તાત્કાલીક એક્શન લેતા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આખરે આ મામલે SIT ની રચના કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત પોતે આ તપાસ કમિટિનું મોનીટરીંગ કરશે તેમ પણ જણાવ્યું હતું. તેઓએ જાહેરાત બાદ બનાવને પગલે બે પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કર્યા હતા.

જામનગર જિલ્લા પોલીસવડા SITના અધ્યક્ષ

સમઢીયાળા ગામમાં બે દિવસ પૂર્વે તા.12/07/2023 ના રોજ જમીન મુદ્દે થયેલ તકરારમાં અનુ.જાતિ તથા કાઠી દરબાર વચ્ચે બોલાચાલી થતા મારામારી થયેલ જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે. જે બનાવ અનુસંધાને દાખલ થયેલ ગુન્હામાં ભોગ બનનાર પરીવારને નિષ્પક્ષ ન્યાય મળી રહે તેમજ ગુન્હાની સંપુર્ણ તટસ્થ તપાસ થાય તે હેતુસર ઉપરોકત સમગ્ર બનાવને ધ્યાને રાખી અશોક કુમાર, પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટનાઓ દ્વારા ત્વરીત એક સીટ ટીમની રચના કરી આ ટીમમાં પોલીસ અધિક્ષક, જામનગરનાઓને આ ટીમના અધ્યક્ષસ્થાને રાખી તેમજ જે.ડી.પુરોહીત, નાયબ પોલીસ અધિક્ષક, ધ્રાંગધ્રા ડીવીઝન તેમજ સુરેન્દ્રનગર જીલ્લાની એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ના પોલીસ અધિકારી તથા જીલ્લાના સ્પેશ્યલ ચુનંદા અધિકારી તથા કર્મચારીઓનું આ સીટ ટીમમાં ગઠન કરવામાં આવેલ છે. તેમજ આ સમગ્ર SIT ટીમનું સુપરવિઝન અશોક કુમાર, પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ જાતેથી સંભાળેલ છે.

2 પી.એસ.આઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા

ગઇકાલ તા.12/07/2023 ના રોજ કલાક 16/00 વાગ્યાના અરસામાં આ કામના ફરીયાદ પક્ષના આલજીભાઈ પ્રેમજીભાઈ પરમાર અને મનોજભાઈ પ્રેમજીભાઇ પરમાર તથા તેમનો પરીવાર સમઢીયાળા ગામની સીમ જમીનમાં ટ્રેક્ટર લઇ ખેડાણ કરતા હતા. તે અરસામાં (1) અમરાભાઇ હરસુરભાઇ ખાચર (2) નાગભાઇ હરસુરભાઇ ખાચર (3) જીલુભાઇ ઉર્ફે ધ્રુઘાભાઇ અમરાભાઇ ખાચર (4) મગળુભાઇ અમરાભાઇ ખાચર રહે. આરોપીઓ નં. 1 થી 4 સુદામડા તા.સાયલા જી.સુ.નગર તથા (5) ભીખુભાઇ ભોજભાઇ ખાચર (6) ભાણભાઇ રહે. નં. 5 અને 6 ગામ સમઢીયાળા તા.ચુડા જીલ્લો સુરેન્દ્રનગર તથા બીજા 12 થી 15 અજાણ્યા આરોપીઓએ ભેગા મળી એકસંપ કરી ફરીયાદી તેમજ સાહેદો ઉપર જીવલેણ હુમલો કરી બે ભાઈઓની હત્યા કરાઈ હતી. આ બનાવ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઇની બેદરકારી જણાઇ આવેલ હોય જેથી ચુડા પો.સ્ટે.ના પો.સ.ઇ. ટી.જે.ગોહિલ તથા તેમની અગાઉના પો.સ.ઇ. જે.બી.મીઠાપરાનાઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે

Back to top button