ટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડ

હોલીવુડમાં 63 વર્ષમાં સૌથી મોટી હડતાલ, સેલેબ્સ પ્રીમિયરમાંથી બહાર નીકળી ગયા

દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડમાં હડતાળ કરવામાં આવી છે. હોલીવુડના લેખકો સારા પગાર અને કામકાજની સ્થિતિમાં સુધારાની માંગને લઈને લાંબા સમયથી હડતાળ પર હતા, હવે આ લેખકોને ત્યાંના કલાકારોનું પણ સમર્થન મળ્યું છે. હોલીવુડ યુનિયનના નેતાઓએ લેખકો સાથે સંયુક્ત હડતાળની જાહેરાત કરી હતી.

Oppenheimer stars
Oppenheimer stars

આટલા મોટા પાયે કલાકારો હડતાળ પર ઉતરી ગયા છે ત્યારે લગભગ છ દાયકા બાદ હોલીવુડમાં ફરી આવી તસવીરો જોવા મળી રહી છે. હકીકતમાં, યુનિયનો નવા કોન્ટ્રાક્ટ માટે ફિલ્મ સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા હતા. પરંતુ આ ચર્ચા નિષ્ફળ ગઈ.

તમને જણાવી દઈએ કે 1960 પછી આ પહેલીવાર છે જ્યારે હોલીવુડના બે મોટા યુનિયન પોતાની માંગણીઓ માટે એકસાથે હડતાળ પર ઉતર્યા છે. આ અગાઉ રોનાલ્ડ રીગન એક્ટર્સ ગિલ્ડના પ્રમુખ હતા ત્યારે બન્યું હતું.

યુનિયનના પ્રમુખે શું કહ્યું?

હડતાળની ઘોષણા પછી એક્ટર્સ યુનિયનના પ્રમુખ અને ‘ધ નેની’ ફિલ્મના સ્ટાર ફ્રેન ડ્રેસરે એક ભાષણ આપ્યું, જેમાં તેમણે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અધિકારીઓને ઠપકો આપ્યો. તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે નોકરીદાતાઓ તેમના લોભને પ્રાથમિકતા આપે છે અને સમગ્ર ઉદ્યોગ ચલાવનારાઓને ભૂલી જાય છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ ખરાબ છે.

ઓપનહેમરની સ્ટારકાસ્ટ પ્રીમિયરમાંથી બહાર નીકળી 

ક્રિસ્ટોફર નોલાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘ઓપેનહાઇમર’નું લંડનમાં પ્રીમિયર હતું. હોલીવુડમાં શરૂ થયેલી આ હડતાળની મોટી અસર આ ફિલ્મના પ્રીમિયર પર જોવા મળી હતી. નિર્માતાઓએ નિર્ધારિત સમય કરતાં એક કલાક પહેલાં પ્રીમિયર શરૂ કરવાનું નક્કી કર્યું જેથી કરીને હડતાળની જાહેરાત થાય તે પહેલાં સ્ટાર્સ રેડ કાર્પેટ પર આવી જાય.

પ્રીમિયરની વચ્ચે હડતાળની જાહેરાત થતાં જ ફિલ્મની સ્ટારકાસ્ટ બહાર નીકળી ગઈ હતી. ફિલ્મના મુખ્ય કલાકારો સિલિયન મર્ફી, એમિલી બ્લન્ટ અને મેડ ડેમન પ્રીમિયરમાંથી બહાર નીકળનારાઓમાં સામેલ હતા. ઓપનહેમર 21 જુલાઈના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

શું છે માંગ ?

સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ (એસએજી) અને અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ્સ (એએફટીઆરએ) બંને હોલીવુડના સૌથી મોટા યુનિયન છે. જેમાં લગભગ 1 લાખ 60 હજાર ફિલ્મ અને ટેલિવિઝન કલાકારોનો સમાવેશ થાય છે. રાઈટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા માંગ કરી રહ્યું છે કે તેમનો બેઝ પે (પગાર) વધારવામાં આવે અને તેમને ફિલ્મો અને સિરીઝમાંથી પણ રોયલ્ટી મળવી જોઈએ. આ સિવાય તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે બદલવામાં ન આવે તેવી પણ માંગ કરી રહ્યા છે.

Back to top button