ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રયાન-3: ભારતનું ચાંદ પર જવાનું સપનું સાકાર થશે? શું કહે છે કુંડળી?

  • ચંદ્રયાન-3 સફળતા શિખરો સર કરવા રવાના થઇ ગયુ
  • જો મિશન સફળ રહેશે તો 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન ચંદ્ર પર ઉતરશે
  • ભારતના મહત્ત્વકાંક્ષી મિશનની કુંડળી શું કહે છે, જાણો

ઇસરોએ આજે ચંદ્રયાન-3ને સફલતાપુર્વક અંતરિક્ષ માટે રવાના કરી દીધુ છે. આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આ યાનને મિશન મુન માટે મોકલવામાં આવ્યુ છે. જો આ મિશન સફળ થશે તો ચંદ્રયાન-3 23 ઓગસ્ટના રોજ ચંદ્રમા પર ઉતરશે. ચંદ્રયાન-3 અંતર્ગત આ રોકેટ LVM3 M4 આજે સફળતાપુર્વક પોતાના સફર પર નીકળી પડ્યુ છે.

ચંદ્રયાન-3 મિશન પર વૈજ્ઞાનિકોની સાથે સાથે દેશભરના લોકોની આશાઓ જોડાયેલી છે. જાણો ચંદ્રયાન-3ની મુહુર્ત કુંડળી શું કહે છે? શું આ વખતે ચંદ્ર પર જવાનું ભારતનું સપનુ પુરુ થઇ શકશે?

ચંદ્રયાન-3: શું આ વખતે ભારતનું ચાંદ પર જવાનું સપનું સાકાર થશે? શું કહે છે કુંડળી? hum dekhenge newsભારતના આ મહત્ત્વકાંક્ષી અંતરિક્ષ મિશનની મુહૂર્ત કુંડળીમાં વૈદિક જ્યોતિષની નિર્ણય પ્રણાલી અનુસાર લગ્નમાં વૃશ્ચિક રાશિ ઉદય છે, જે એક સ્થિર રાશિ હોવાની સાથે જળ તત્વ રાશિ છે. ખાસ કરીને જ્યારે આપણે કોઇ મશીન કે વાહન ચલાવવા માટે મુહુર્ત કાઢીએ છીએ તો આપણે લગ્ન પર સ્થિર લગ્નને લેતા નથી. મિશન મુન માટે લગ્ન વૃશ્ચિકને ચંદ્રમા, મંગળ અને શનિની દ્રષ્ટિ મેળ ખાઇ રહી નથી. અહીં ચંદ્રમા શુભ રોહિણી નક્ષત્રમાં છે અને મિથુન રાશિના પોતાના મિત્ર બુધના નવાંશમાં છે.

જોકે મુહૂર્ત કુંડળીમાં લગ્ન પર પડી રહેલા સંચાર સ્થાનના સ્વામી શનિની વક્રી દ્રષ્ટિ તથા બુધનો મૃત્યુ ભાગના અંશોમાં હોવાથી આ કાર્યક્રમમાં થોડી સમસ્યા આવવાની આશંકા દેખાય છે, પરંતુ મુહૂર્ત કુંડળીમાં દશમ ભાવમાં બેઠેલા લગ્નેશ મંગળ, શુક્ર અને ગુલિક પર પડી રહેલી શનિ અને ગુરુની દ્રષ્ટિ સંતોષજનક સફળતા અને દેશના વૈજ્ઞાનિકોને સન્માન મળે તેવો જ્યોતિષીય સંકેત છે. શુક્રવારના દિવસે, રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો સારો સંયોગ પણ છે.

મિશન સફળ થશે, પરંતુ…

ચંદ્રયાન-3ની મુહૂર્ત કુંડળીમાં ગુરુ છઠ્ઠા ઘરમાં છે અને તેની પર શનિની અશુભ દ્રષ્ટિ છે. આ મિશનના અંતિમ ભાગમાં થોડી પરેશાની થઇ શકે છે. મિશન સફળ થશે, પરંતુ ચંદ્રમા પર લેન્ડિંગ સમયે થોડી ટેકનિકલ સમસ્યાઓ આવવાની આશંકાઓ છે. બુધનું મૃત્યુ ભાગમાં હોવું મુન મિશન માટે અંતિમ ચરણ પ્રણાલી માટે ચિંતાનો વિષય છે. જોકે ચંદ્રયાન-3 ભારત માટે ભવિષ્યના નવા દરવાજા ખોલશે અને પ્રયાસની પ્રશંસા પણ થશે.

આ પણ વાંચોઃ ચંદ્રયાન-3 મિશન પર કેમ આખી દુનિયાની નજર છે? જાણો સમગ્ર માહિતી

Back to top button