ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત: બિલ્ડિંગના 10માં માળે વિકરાળ આગ ભભૂકી, 1 મહિલાનું મોત, બે બાળકીઓનું રેસ્ક્યું

Text To Speech

ગઇકાલે મોડીરાતે સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આગની ઘટના બની હતા. અહીં રેસિડેન્સીમાં 10માં માળે આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અને આગમાં બે બાળકોને અને એક મહિલા ફસાયા હતા. જેમનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યું કરવામા આવ્યું હતું. અને તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનનું મોત નિપજ્યું હતું.

સુરત આગ-humdekhengenews

સુરતમાં ગેસનો બાટલો ફાટતાં આગ લાગી

પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે મોડીરાત્રે સિટીલાઈટ વિસ્તારમાં અશોક પાનની સામેની ગલીમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં 10માં માળે રહેતા સંજીવ ટીંબરીવાલાએ પોતાના ઘરમાં પૂજાપાઠનું આયોજન ક્યુ હતું. જેથી ઘરમાં મહેમાનો એકત્ર થયા હતા. આ દરમિયાન પૂજાની પ્રસાદી તૈયાર કરતી વખતે અચાનક ઘરમાં આગ લાગી હતી અને જોત જોતમાં વિકરાળ બની ગઈ હતી.એપાર્ટમેન્ટમાં એકાએક આગ લાગતા ફ્લેટમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા અને નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, એપાર્ટમેન્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.

સુરત આગ-humdekhengenews

1 મહિલાનું મોત, બે બાળકોનું રેસ્ક્યું

આ ઘટનામાં બે બાળકીઓ અને એક મહિલા ફસાયા હતા જેમને ફાયરની ટીમે રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.જેમાં બે બાળકીઓને ફાયરના જવાનોએ સહી સલામત બહાર કાઢ્યા હતા. જ્યારે એક મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવી હતી. જ્યાં ટૂકી સારવાર બાદ મહિલાનું મોત નિપજ્યું હતું.

સુરત આગ-humdekhengenews

આ પણ વાંચો : અમદાવાદ : સાયન્સ સિટી ખાતે ચંદ્રયાન-૩ના લોન્ચિંગનું થશે જીવંત પ્રસારણ

Back to top button