- ગુજરાતે વાવાઝોડામાં નુકસાન સામે ખાસ કિસ્સામાં રૂ.800 કરોડ માગ્યા
- કેન્દ્રને પાઠવાયેલા મેમોરેન્ડમમાં આ માગણી કરવામાં આવી
- આ વર્ષના એસડીઆરએફના લેણા પેટે રૂ.584 કરોડ આપ્યા
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. જેમાં બિપોરજોયથી થયેલા નુકસાનનું વળતર ટૂંક સમયમાં ચૂકવાશે. તેમજ ગુજરાતે વાવાઝોડામાં નુકસાન સામે ખાસ કિસ્સામાં રૂ.800 કરોડ માગ્યા છે. જેમાં કેન્દ્રને પાઠવાયેલા મેમોરેન્ડમમાં આ માગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી
કેન્દ્રને પાઠવાયેલા મેમોરેન્ડમમાં આ માગણી કરવામાં આવી
વિસ્તૃત આવેદનમાં આ માગણી વાર્ષિક એસડીઆરએફના એલોટમેન્ટ ઉપરાંતની છે. ત્યારે ખેડૂતોને બિપોરજોયથી થયેલા નુકસાનનું વળતર ટૂંકમાં ચૂકવાશે. ગુજરાત સરકારે બિપોરજોય વાવાઝોડાથી રાજ્યને થયેલા નુકસાન સામે ખાસ સંજોગોમાં રૂ.800 કરોડની આર્થિક સહાય કેન્દ્ર સરકાર પાસે માગી છે. આ સહાય સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ-એસડીઆરએફ ઉપરાંત માગવામાં આવી છે. બેત્રણ દિવસ પહેલાં રાજ્ય સરકારે બિપોરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રને મોકલાવેલા વિસ્તૃત મેમોરેન્ડમના ભાગરૂપે ખાસ કિસ્સામાં આ સ્પેશિયલ માગ કરાઈ છે.
આ પણ વાંચો: ચંદ્રયાન-3ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, જાણો અમદાવાદ ઈસરોએ કેટલા પાર્ટ બનાવ્યા
આ વર્ષના એસડીઆરએફના લેણા પેટે રૂ.584 કરોડ આપ્યા
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે બુધવારે ગુજરાતને તેના આ વર્ષના એસડીઆરએફના લેણા પેટે રૂ.584 કરોડ આપ્યા છે. 2023-24ના કેન્દ્રીય બજેટમાંથી એસડીઆરએફ પેટે ગુજરાતે કુલ રૂ.1,940 કરોડમાંથી 75 ટકા કેન્દ્રના હિસ્સારૂપે રૂ.1,455 કરોડ લેવાના નીકળે છે, જે પેટે રૂ.584 કરોડ રાજ્યને પ્રથમ હપ્તા તરીકે ફાળવાયા છે. હવે આ વર્ષના લેણા પેટે કેન્દ્ર પાસેથી રૂ.485 કરોડ લેવાના બાકી રહે છે.
આ પણ વાંચો: દેશમાં કેટલાક ચોક્કસ પ્રકારની ગોલ્ડ જ્વેલરી અને આર્ટિકલ્સ પર પ્રતિબંધ
આ અંગે રાહત ચૂકવવાની ટૂંકમાં જ જાહેરાત થશે
કૃષિ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે બિપોરજોય વાવાઝોડાને કારણે એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે સહાયપાત્ર 33 ટકાથી વધુ નુકસાન 42 હજાર હેકટરમાં ખેતી પાકોને ,24 હજાર હેકટરમાં બાગાયતી પાકોને થયું છે. જ્યારે કુલ 76 લાખ બાગાયતી વૃક્ષોને થયેલા નુકસાન પૈકી 13 લાખ વૃક્ષો સંપૂર્ણપણે ધ્વસ્ત થયાં હતાં. આ અંગે રાહત ચૂકવવાની ટૂંકમાં જ જાહેરાત થશે.