ગુજરાત

દેશમાં કેટલાક ચોક્કસ પ્રકારની ગોલ્ડ જ્વેલરી અને આર્ટિકલ્સ પર પ્રતિબંધ

  • ટેક્સ ચૂકવ્યા વિના આર્ટિકલ્સની વધેલી આયાતને જોતાં પ્રતિબંધનો નિર્ણય લીધો
  • ઈન્ડોનેશિયા, ઈટાલી, સિંગાપુર, ચીન, જર્મની જેવા દેશોથી મશીન મેડ આયાત અટકશે
  • સરકારે પ્લેન જ્વેલરી પર પ્રતિબંધના લીધેલાં નિર્ણયથી સ્થાનિક જ્વેલરી ઉદ્યોગને લાભ મળશે

દેશમાં કેટલાક ચોક્કસ પ્રકારની ગોલ્ડ જ્વેલરી અને આર્ટિકલ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. જેમાં સરકારે કેટલીક જ્વેલરીની આયાત પર નિયંત્રણ લાદ્યું છે. તેમજ ઈન્ડોનેશિયા, ઈટાલી, સિંગાપુર, ચીન, જર્મની જેવા દેશોથી મશીન મેડ આયાત અટકશે. તથા ‘મેક ઈન ઈન્ડિયા’ને વેગ મળશે એવો જ્વેલર્સનો વ્યૂ છે. તેમાં મેક ઈન ઈન્ડિયાને વેગ મળશે.

આ પણ વાંચો: ચંદ્રયાન-3ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, જાણો અમદાવાદ ઈસરોએ કેટલા પાર્ટ બનાવ્યા 

ચોક્કસ પ્રકારની ગોલ્ડ જ્વેલરી અને આર્ટિકલ્સ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે બુધવારે મોડી રાતે દેશમાં કેટલાક ચોક્કસ પ્રકારની ગોલ્ડ જ્વેલરી અને આર્ટિકલ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે મુજબ હવેથી આ પ્રકારની આઈટમ્સની આયાત માટે લાઇસન્સ મેળવવાનું રહેશે. જ્યારે ઈન્ડિયા-યૂએઈ કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ ટેરિફ્ રેટ ક્વોટા હેઠળ કોઈ મંજૂરીની જરૂર રહેશે નહિ એમ ડીજીએફ્ટીએ એક નોટિફ્કિેશનમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી 

ટેક્સ ચૂકવ્યા વિના આર્ટિકલ્સની વધેલી આયાતને જોતાં પ્રતિબંધનો નિર્ણય લીધો

સરકારે નવા નાણા વર્ષમાં એપ્રિલથી મે દરમિયાન કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવ્યા વિના આ પ્રકારના આર્ટિકલ્સની વધેલી આયાતને જોતાં પ્રતિબંધનો નિર્ણય લીધો છે. સરકારી ડેટા મુજબ પ્રથમ બે મહિનામાં આ પ્રોડક્ટ્સની 11.21 કરોડ ડોલરની આયાત જોવા મળી હતી. જેમાં 7.63 કરોડ ડોલરની આયાત માત્ર ઈન્ડોનેશિયાથી થઈ હતી. જે ઈન્ડિયા-આસિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ થઈ હતી. આવા આર્ટિકલ્સની ડયૂટી ફ્રી આયાત કરી સ્થાનિક સ્તરે તેને ઓગાળી જ્વેલરી બનાવવામાં આવતી હતી એમ વર્તુળો જણાવે છે. સમાનગાળામાં દેશમાં ગોલ્ડની આયાત 40 ટકા જેટલી ઘટી 4.7 અબજ ડોલર પર રહી હતી.

સરકારે પ્લેન જ્વેલરી પર પ્રતિબંધના લીધેલાં નિર્ણયથી સ્થાનિક જ્વેલરી ઉદ્યોગને લાભ મળશે

સરકારે પ્લેન જ્વેલરી પર પ્રતિબંધના લીધેલાં નિર્ણયથી સ્થાનિક જ્વેલરી ઉદ્યોગને લાભ મળશે એમ જ્વેલર્સ જણાવે છે. અમદાવાદ સ્થિત ઈશ્વરલાલ હરગોવનદાસ જ્વેલર્સના જણાવ્યા મુજબ સરકારના નિર્ણયથી મશીન મેડ જ્વેલરીની આયાત અટકશે. જેનો લાભ સ્થાનિક જ્વેલરી ઉદ્યોગને મળશે. તેમના મતે લગભગ 20-25 ટન પ્લેન દાગીના દેશમાં પ્રવેશે છે. જેને કારણે સ્થાનિક ઉદ્યોગને નુકસાન થાય છે. સરકારના નિર્ણયને કારણે દેશમાં મશીન મેડ જ્વેલરીમાં રોકાણ થઈ શકે છે.

Back to top button