ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારો થશે જળબંબાકાર

Text To Speech
  • રાજ્યમાં ચોમાસાની સિઝનનો લગભગ 60 ટકા વરસાદ થઈ ગયો
  • બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે
  • સૌરાષ્ટ્રમાં 80 ટકા વરસાદ થઈ ચૂક્યો છે

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા જાહેર કરાઇ છે. તેમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી થતાં ખેડૂતોમાં પાકને લઇ ચિંતા વ્યાપી ગઇ છે.

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે

વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી થતા સ્થાનિકોમાં હાલાકી પડવાની શક્તાઓ છે. તથા સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી, સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે. ત્યારે અમદાવાદમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે 19 જુલાઇથી 23 જુલાઇ સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો લગભગ 60 ટકા વરસાદ થઈ ગયો

નિષ્ણાતોના મતે હાલ આ લૉપ્રેશર સિસ્ટમ સર્જાઇ છે જેના લીધે ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં પણ અસર દેખાડશે. જોકે વરસાદને લઇ આ સિસ્ટમ ગુજરાત માટે વધુ વરસાદ લાવી શકે છે. વરસાદ આપતી સિસ્ટમ ફરી એકવાર મજબૂત થવાથી રાજ્યમાં વરસાદી માહોલ બનવાની સંભાવનાઓ છે, જોકે, આ સિસ્ટમની હાલ કોઈ અસર ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો લગભગ 60 ટકા વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં 80 ટકા વરસાદ થઈ ચૂક્યો છે જ્યારે બાકી ગુજરાતમાં 40 ટકા વરસાદ થયો છે.

Back to top button