ખરતા વાળને અટકાવા માટે આટલું કરવું અકસીર સાબિત થશે
મોટાભાગના લોકો ફરિયાદ કરે છે કે, વાળ ધોવા સમયે તેમના વાળ ખૂબ ખરે છે. આવી સ્થિતિમાં લોકો વાળ ધોવાથી દૂર રહે છે અને અઠવાડિયામાં એક વખત જ વાળ ધોવાનું પસંદ કરે છે. વાળ ધોવા દરમિયાન અમુક વસ્તુઓને ધ્યાનમાં રાખવાથી વાળને ખરતા અટકાવી શકાય છે. સામાન્યતા લોકો વાળ ખરવાની સમસ્યાનાંં કારણે વાળ ધોવા સમયે શેમ્પૂ કરવાનું પણ ટાળતા હોય છે કારણ કે, ઘણા લોકો શેમ્પૂ કરતી વખતે ઘણા બધા વાળ ખરતા હાવની સમસ્યાનો સામનો કરતા હોય છે. આવી સ્થિતિમાં તેઓ અઠવાડિયામાં માત્ર એક જ વાર શેમ્પૂ કરે છે, કારણ કે તેમને લાગે છે કે દરરોજ શેમ્પૂ કરવાથી તેમના વાળની હાલત ખરાબ થઈ શકે છે. જો કે, મોટાભાગના લોકો શેમ્પૂ કરતા નથી કારણ કે તે માને છે કે તેનાથી ઘણા બધા વાળ ખરે છે. પરંતુ જો એક્સપર્ટસનું માનીએ તો રોજ યોગ્ય માત્રા સાથે શેમ્પૂ કરવાથી વાળ ખરતા નથી. સામાન્યતા ટ્રાઇકોલોજિસ્ટ દરરોજ માથાની ચામડી અને વાળને હળવા ક્લીન્સર શેમ્પૂથી સાફ કરવાની ભલામણ કરે છે, કારણ કે તે તમારા વાળ અને માથાની ચામડી માટે લાભ કારક છે.
આ પણ વાંચો: ક્રિતી સેનન અને કાર્તિક આર્યનની લુકાછૂપી, બંને વચ્ચે રોમાન્સ શરૂ…
શા માટે દરરોજ શેમ્પૂ કરવું જોઈએ, એક અભ્યાસ પ્રમાણે સામાન્યતા દરરોજ લગભગ 80 થી 100 વાળ ખરતા હોય છે. જો કે, વાળના સતત વિકાસ અને વાળ ખરવાના ચક્રમાં, વાળ ફરીથી ઉત્પન્ન થાય છે. દરરોજ તમારા વાળને શેમ્પૂ કરવાથી વાળ ખરતા દૂર કરવામાં મદદ મળે છે જેથી નવા વાળ તેની જગ્યા લઈ શકે. અહેવાલો પ્રમાણે જે લોકો અઠવાડિયામાં માત્ર એક કે બે વાર શેમ્પૂ કરે છે તેઓ તેમના વાળ ધોતી વખતે વધુ પડતા વાળ ખરતા જોઈ શકે છે. બીજી બાજુ, જે લોકો દરરોજ શેમ્પૂ કરે છે, તેઓ રોજના લગભગ 80 થી 100 વાળનો તંદુરસ્ત વાળની શ્રેણીમાં ઉમેરો કરી શકે છે.
આ બાબતોનું ધ્યાન રાખો:
1) ગરમ પાણીથી દૂર રહો – ગરમ પાણી તમારા માથાની ત્વચામાંથી સ્કલ્પના તેલને ધોવામાં મદદ કરે છે અને છિદ્રોને ખોલે છે, જેનાથી તમારા વાળ નબળા પડે છે અને વાળ ખરવા લાગે છે. જો કે હવામાન ગરમ છે, તો ઠંડા પાણીનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ જ્યારે હવામાન શર્દ છે ત્યારે તમે તમારા વાળને ઠંડા પાણીથી ધોવાથી બચવા માંગતા હોવ તો સૌથી સારો ઉપાય છે નવશેકું પાણી. પરંતુ સામાન્ય પાણીનો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.
2) કંડિશનર લગાવવાનું ભૂલશો નહીં – ઘણા લોકો માને છે કે દરેક શેમ્પૂ પછી કંડીશનર લગાવવું જરૂરી નથી, જો કે, આ વિચાર બિલકુલ ખોટો છે. કંડીશનર વગર તમારા વાળ રૂખા અને ઘુચવાળા થઇ જાય છે અને વાળ ખરવાની સંભાવના વધારે રહે છે. જો તમે ઈચ્છો છો કે તમને આવી સમસ્યા ન થાય, તો દરેક શેમ્પૂના ઉપયોગ પછી એક સારા કન્ડિશનરનો ઉપયોગ કરો, આમ કરવાથી તમારા વાળ મજબૂત બને છે. આ સાથે વાળ મુલાયમ રહે છે અને શેમ્પૂ દરમિયાન વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે.
3) શાવર દરમિયાન ભીનાવાળને કાંસકો ન કરો – જ્યારે ભીના હોય ત્યારે તે સૌથી નબળા અને સૌથી નાજુક હોય છે. ઘણા લોકો શેમ્પૂ લગાવતા પહેલા ભીના વાળને બ્રશ કરે છે. તેથી આવું ન કરવું હિતાવહ છે કારણ કે, તે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. વાળ ધોતી વખતે વાળ ખરવાનું આ એક મુખ્ય કારણ છે. સાથે જ આના કારણે વાળ તૂટવાની સમસ્યા પણ વધી જાય છે.
4) પ્રી-શેમ્પૂ ડીપ કન્ડિશનરનો ઉપયોગ કરો – તમે શેમ્પૂ કરતા પહેલા પ્રી-શેમ્પૂ ડીપ કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો જેથી વાળને સરળતાથી ગૂંચ મુક્ત કરવામાં મદદ મળે છે અને તેમને વધુ સુરક્ષા અને મજબૂતી પણ મળે.