અમદાવાદ ખાતે 14મો રિયલ્ટી+ કોન્ક્લેવ અને એક્સેલન્સ એવોર્ડ 2022, 24 જુલાઈના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબીનેટ મંત્રી રાજેન્દ્ર ત્રીવેદી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં કેટલીક શ્રેષ્ઠ બિલ્ડીંગોનો બાંધકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ્સ સ્વીકૃત કરવામાં આવ્યા હતા.
રત્નાકર બિલ્ડરને શ્રેષ્ઠ બિલ્ડીંગના નિર્માણ માટે મળ્યા બે-બે એવોર્ડ્સ:
અમદાવાદ ખાતે યોજાયેલ 14માં રિયલ્ટી+ કોન્ક્લેવ અને એક્સેલન્સ એવોર્ડ 2022માં રત્નાકર બિલ્ડરે બે એવોર્ડ્સ મેળવામાં બાજી મારી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રત્નાકર બિલ્ડરના મેનેજીંગ ડિરેક્ટર ભૂપેન્દ્ર શાહ અને નિશાંત શાહે આ એવોર્ડ્સ મેળવ્યા હતા. રત્નાકર બિલ્ડરને તેના પ્રોજેક્ટ નાઈન સ્કવેર અને રત્નાકર અરાવલીના બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યો હતો.
મકાન માલીકીના હકનો નિર્ણય ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા લેવાયું: રાજેન્દ્ર ત્રીવેદી
14મો રિયલ્ટી+ કોન્ક્લેવ અને એક્સેલન્સ એવોર્ડ પ્રસંગે ગુજરાત સરકારના મહેસુલ વિભગના કેબીનેટ મંત્રી રાજેન્દ્ર ત્રીવેદી હાજર રહ્યાં હતા. રાજેન્દ્ર ત્રીવેદીએ આ પ્રસંગે મહેસુલ વિભાગને લઈને સરકારની કામગીરી અંગે જણાવતા કહ્યું હતુ કે, મકાન માલીકીનો હક લાવવાનો નિર્ણય ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા મહેસલી વિભાગને ઓનલાઇન કરવામાં આવ્યું છે તથા બીન ખેતીની સમયમર્યાદા ને હટાવવામાં આવી. તેમણે વધુમાં જણાવ્યું કે, મહેસુલ વિભાગ દ્વારા કોઈ પણ પ્રશ્ન માટે ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે, રાજ્યભરના 23 જીલ્લાના પ્રશ્નોનું નીરાકરણ લાવવા તરત એકસાથે નિર્ણય લેવામાં આવ્યા છે. આગામી સમયમાં મુખ્યમંત્રી દ્વારા મહેસુલ વિભગને લગતા 19 નવા નિયમો લાવવામા આવશે.