ટ્રેન્ડિંગનેશનલ

Delhi Floods: દિલ્હીમાં વરસાદ બાદ કેમ આવ્યુ પુર? કોણ છે જવાબદાર?

Text To Speech
  • રાજધાનીમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા
  • આરટીઓ અને સિવિલ લાઇન્સ થયા જળમગ્ન
  • યમુના નદીએ તોડ્યો 45 વર્ષ જુનો રેકોર્ડ

રાજધાની દિલ્હીમાં વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઇ છે. ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. લોકોના ઘરો અને રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. મંગળવારે વરસાદ ન વરસ્યો છતાં પણ રાજધાનીની હાલત ખરાબ થઇ છે. ગુરુવારે સવારે તો દિલ્હીના રસ્તાઓ પર પુરના પાણી ધુસી ગયા હતા. આરટીઓ અને સિવિલ લાઇન્સ જળમગ્ન થઇ ગઇ છે. યમુના નદીએ 45 વર્ષ જુના રેકોર્ડ તોડી નાંખ્યા છે અને 208 મીટરના જળસ્તરને પાર કરી લીધુ છે. હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવતા પાણીના કારણે દિલ્હીમાંથી પસાર થઇ રહેલી યમુના નદી ગાંડીતુર બની છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે દરેક ચોમાસામાં આટલો જ વરસાદ થાય છે તો આ વખતે દિલ્હીમાં પુર કેમ આવ્યુ?

Delhi Floods: દિલ્હીમાં વરસાદ બાદ કેમ આવ્યુ પુર? કોણ છે જવાબદાર? hum dekhenge news

હથિનીકુંડથી છોડાયેલું પાણી વહેલું દિલ્હી પહોંચી ગયું

કેન્દ્રીય જળ આયોગ(CWC)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને અગાઉના વર્ષોની તુલનામાં દિલ્હી પહોંચવામાં કમસે કમ સમય લાગ્યો. 180 કિલોમીટર દુર હરિયાણાના યુમુનાનગરમાં સ્થિત હથિનીકુંડ બેરેજનું પાણી રાજધાની સુધી પહોંચવામાં સામાન્ય રીતે બેથી ત્રણ દિવસ લાગતા હોય છે, પરંતુ આ વખતે આ પાણી માત્ર એક દિવસમાં જ પહોંચી ગયુ.

યમુનાના પુરગ્રસ્ત વિસ્તારમાં અતિક્રમણ જેવી સ્થિતિ સર્જાઇ. આ કારણે હથિનીકુંડ બેરેજમાંથી છોડાયેલા પાણીને પસાર થવા માટે એક જ રસ્તો મળ્યો. આ ઉપરાંત નદીના તટને ઉપર ઉઠાવનાર સિલ્ટ પણ દિલ્હીમાં વરસાદ વગર પણ પુરનું અન્ય એક કારણ હોઇ શકે છે.

ઓછા સમયમાં થયો વઘુ વરસાદ

દિલ્હીમાં શનિવાર અને રવિવારના રોજ ખૂબ જ વરસાદ થયો હતો. આ કારણે રાજધાનીમાં 40 વર્ષમાં સૌથી વધુ વરસાદ જુલાઇ મહિનામાં નોંધાયો હતો. 9 જુલાઇના રોજ સવારે સાડા આઠ વાગ્યા સુધી દિલ્હીમાં 153 મિમી વરસાદ નોંધાયો હતો.

Delhi Floods: દિલ્હીમાં વરસાદ બાદ કેમ આવ્યુ પુર? કોણ છે જવાબદાર? hum dekhenge news

કેજરીવાલે શું કહ્યુ?

કેજરીવાલે પણ કહ્યુ કે દિલ્હીમાં 24 કલાકમાં 100 મિમી વરસાદ થયો. એક દિવસમાં આટલો વરસાદ સહન કરવા દિલ્હી ટેવાયેલુ નથી. જો આ વરસાદ થોડા દિવસોમાં થાત તો કદાચ કોઇ સમસ્યા ન આવત.

આ પણ વાંચોઃ ઈન્ડિયન મુજાહિદ્દીનના ચાર આતંકવાદીઓને 10-10 વર્ષની સજા, દિલ્હીની કોર્ટે આપ્યો ચુકાદો

Back to top button