ગુજરાત

વડોદરામાં ટ્રેને વૃદ્ધને અડફેટે લેતાં ઘટના સ્થળે જ મોત, આપઘાતની શંકા

Text To Speech
  • ભરૂચ મેમુ ટ્રેને વૃદ્ધને અડફેટે લેતાં ઘટના સ્થળે જ મોત.
  • 60 વર્ષીય વૃ્દ્ધે ટ્રેન સામે પડતું મુક્યાની શંકા- રેલ્વે પોલીસ.

ટ્રેનની અડફેટે આવતાં અનેક લોકો મોતને ભેટતાં હોય છે. ત્યારે એવી જ એક ઘટના વડોદરા શહેરમાં બનવા પામી છે. જિંદગીથી કોઈક કારણે ત્રાહિમામ પોકારી ગયેલા 60વર્ષના વૃદ્ધે ભરૂચ મેમુ ટ્રેનની આગળ પડતું મૂકીને આત્મહત્યા કરી છે કે ટ્રેન સાથે અથડાતાં મોત થયું હોવાની આશંકા સાથે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. રેલ્વે પોલીસે મૃતકની લાશ કોલ્ડ રૂમમાં મુકાવી છે.

આ પણ વાંચો: પટનામાં વિધાનસભા કૂચ દરમિયાન લાઠીચાર્જ ! ભાજપના નેતાઓને દોડાવી-દોડાવી માર્યો માર

રેલ્વે પોલીસે આપેલ માહિતી મુજબ ગઈ કાલે સાંજે અપ ડાઉન લાઇન વચ્ચે ભરૂચ મેમુ ટ્રેનની આગળ 60 વર્ષના વૃદ્ધ અથડાતા ગંભીર રીતે ઘવાતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. દુર્ઘટનાની જાણ થતા જ રેલ્વે પોલીસે ઘટના સ્થળે જઈને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. 60 વર્ષના વૃદ્ધના શરીર પર કાળા કલરનું પેન્ટ અને બદન પર ક્રીમ કલરનો બુશર્ટ પહેર્યો છે. અતિ વિકૃત થયેલી લાશ પોલીસે સરકારી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મુકાવી છે આ અંગે મૃતકના વાલી વારસોએ વધું વિગત માટે રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. આ કિસ્સામાં રેલ્વે પોલીસે વૃદ્ધ દ્વારા આપઘાત કર્યો છે કે અકસ્માત થી મોત થયું છે તેની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: દિલ્હી પૂર બાદ ભારે વાહનોની ‘નો એન્ટ્રી’, રવિવાર સુધી તમામ શાળા-કોલેજો બંધ, સરકારી કચેરીઓનું વર્ક ફ્રોમ હોમ

Back to top button