ગુજરાત

ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર માટે લેવાયો મહત્ત્વનો નિર્ણય, ગ્રાહકોને થશે ફાયદો

Text To Speech
  • ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થશે
  • વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજમંત્રાલયે આદેશ આપ્યા
  • GUVNL કહે છે કે, એ ખર્ચ એનર્જી ચાર્જમાં એડ્જસ્ટ થશે

ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલાય નહિં. જેમાં GUVNL કહે છે કે, એ ખર્ચ એનર્જી ચાર્જમાં એડ્જસ્ટ થશે. તથા વીજમંત્રાલય દ્વારા સ્માર્ટ મીટરદીઠ રૂ.900 સબસિડી રાજ્ય સરકારને મળવાની છે. તથા એનર્જી ચાર્જ નહીં વધારીને એડ્જસ્ટ કરવામાં આવશે તેમ તંત્રએ જણાવ્યુ છે.

આ પણ વાંચો: રાજકોટમાં જ્‍વેલર્સ ગ્રુપ પર ITનું મેગા સર્ચ, જાણો અધિકારીઓને શું મળ્યું 

વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજમંત્રાલયે આદેશ આપ્યા

વીજળી ક્ષેત્રે આવી રહેલા ધરખમ ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજમંત્રાલયે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ,2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ આપેલો છે અને આ સ્માર્ટ મીટરથી વીજકંપનીઓના ટી એન્ડ ડી લોસીસ ઘટવાના હોઈ સ્માર્ટ મીટર લગાવવાનો ખર્ચ વીજગ્રાહકો પાસેથી નહીં વસૂલવાનો સ્પષ્ટ આદેશ આપેલો છે. આમ છતાં સિંગલ ફેઝના સ્માર્ટ મીટરના રૂ.4 હજાર અને થ્રી ફેઝના સ્માર્ટ મીટરના રૂ.8 હજાર ખર્ચ વસૂલવાની હિલચાલ ચાલી રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં જીયુવીએનએલના ટોચના સૂત્રો એવો દાવો કરી રહ્યાં છે કે, સ્માર્ટ મીટર લગાવવાનો ખર્ચ ગ્રાહક પાસેથી વસૂલવામાં નહીં આવે, પણ ખર્ચ એનર્જી ચાર્જ નહીં વધારીને એડ્જસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ, જાણો કયા થયો જળબંબાકાર 

વીજળી વાપરતા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થશે

ગુજરાતમાં 1,65,05,631 સ્માર્ટ મીટરો સરકારી વીજળી વાપરતા ગ્રાહકોને ત્યાં બદલવાના થાય છે, જે પેટે દરેક સ્માર્ટ મીટરદીઠ રૂ.900 સબસિડી લેખે કેન્દ્રીય વીજમંત્રાલય વીજવિતરણ કંપનીઓને ચુકવણું કરશે, એમ જણાવાઈ રહ્યું છે. રાજ્યમાં સરકારી વીજળી વાપરતા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થશે અને ક્રમશઃ માર્ચ-2025 સુધી પૂર્ણ કરવામાં આવશે.

Back to top button