- શો-રૂમમાં રહેલ સોનાના સ્ટોકની ગણતરી કરવામા આવી રહી છે
- સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગનું સર્ચ યથાવત
- રાધિકા, શિલ્પા, જેપી જ્વેલર્સમાં IT વિભાગની તપાસ
રાજકોટમાં જ્વેલર્સ ગ્રુપ પર ITનું મેગા સર્ચ શરૂ છે. જેમાં સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગના સર્ચમાં રાધિકા, શિલ્પા, જેપી જ્વેલર્સમાં તપાસ થઇ રહી છે. તેમાં રાધિકામાં તપાસમાંથી 2 કરોડ રોકડા મળી આવ્યા છે. તથા જમીનના મોટા સોદાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMC ટેક્સ ન ભરનારની મિલકતોની હરાજી કરાશે
રાધિકા, શિલ્પા, જેપી જ્વેલર્સમાં IT વિભાગની તપાસ
રાધિકા, શિલ્પા અને જે.પી. જ્વેલર્સ, વર્ધમાન બિલ્ડર્સ પર આવકવેરાની મેરેથોન તપાસ થઇ રહી છે. 28 સ્થળોએ આવતીકાલ સુધી તપાસ ચાલુ રહેશે. તેમજ લોકરો ઓપરેટ કર્યા બાદ કરચોરીનો આંક બહાર આવશે. રાજકોટ આવકવેરાની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા મંગળવારે સવારથી શહેરના રાધિકા, શિલ્પા અને જેપી જવેલર્સ અને એક્ષપોર્ટ તથા વર્ધમાન બિલ્ડર્સ ગૃપ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જે આજે 3 દિવસે પણ અવરિત ચાલુ રહ્યું છે અને અત્યાર સુધીમાં 25 બેંક એકાઉન્ટ,17 લોકર, રૂ.4 કરોડની રોકડ અને કેટલાક શંકાસ્પદ વ્યવહારના ડોકયુમેન્ટ આવકવેરાના અધિકારીઓને હાથ લાગ્યા છે અને આ સર્ચ ઓપરેશન ગુરૂવાર સાંજ સુધી ચાલવાની શકયતા સર્ચ ઓપરેશનમાં જોડાયેલા સુત્રોમાંથી જાણવા મળેલ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ, જાણો કયા થયો જળબંબાકાર
શો-રૂમમાં રહેલ સોનાના સ્ટોકની ગણતરી કરવામા આવી રહી છે
આ ઉપરાંત હાલ આવકવેરાના અધિકારીઓ દ્વારા શો-રૂમમાં રહેલ સોનાના સ્ટોકની ગણતરી કરવામા આવી રહી છે. સર્ચ ઓપરેશનનો પ્રાથમિક તપાસ રીપોર્ટ અમદાવાદ ડીજીઆઈટીને મોકલી આપવામા આવ્યો છે. શિલ્પા જવેલર્સના કોલકતામાં આવેલ શો-રૂમની તપાસનો રીપોર્ટ પણ હજુ સુધી રાજકોટ આવકવેરાને મળ્યો નથી. તે આવ્યા બાદ રાજકોટ સર્ચની કાર્યવાહી સાથે કલબ કરી કુલ કરચોરીનો આંક બહાર આવવાની શકયતા વ્યકત કરવામા આવી રહી છે.