ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ, જાણો કયા થયો જળબંબાકાર

Text To Speech
  • 8 વાગ્યા સુધી રાજ્યના 30 તાલુકામાં વરસાદ પડ્યો
  • સુરતના માંડવીમાં 2.5 ઈંચ, કરજણમાં 2 ઈંચ વરસાદ
  • ડભોઈમાં 1.5 ઈંચ, ગણદેવી અને ખેરગામમાં 1.2 ઈંચ વરસાદ

ગુજરાતમાં 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં 8 વાગ્યા સુધી રાજ્યના 30 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમાં સુરતના માંડવીમાં 2.5 ઈંચ, કરજણમાં 2 ઈંચ ડભોઈમાં 1.5 ઈંચ, ગણદેવી અને ખેરગામમાં 1.2 ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMC ટેક્સ ન ભરનારની મિલકતોની હરાજી કરાશે

14 જેટલા તાલુકામાં 50mm કરતા વધારે વરસાદ થયો

નવસારીના ચિખલીમાં 5 ઈંચ વરસાદ સાથે ગણદેવી અને અમરેલીમાં 3.6 ઈંચ વરસાદ અને ખેરગામ, નવસારી અને ઉમરપાડામાં 3 ઈંચ સાથે ડોલવણ, કુકરમુંડા અને ઉમરગામમાં 2.4 ઈંચ અને તિલકવાડા અને વલસાડમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ 24 કલાકમાં સૌથી વધુ ભાવનગરના સિંહોરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. મંગળવારના સવારના 6 વાગ્યાથી બુધવારના સવારના 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થયો છે. 14 જેટલા તાલુકામાં 50mm કરતા વધારે વરસાદ થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ સાર્વત્રીક મેઘની આગાહી, આજે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોર તાલુકામાં 5 ઈંચ

રાજ્યમાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોર તાલુકામાં 5 ઈંચ જ્યારે બીજા નંબરે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 3.9 ઈંચ વરસાદ થયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના તાપીના વાલોડ 87mm, વલસાડના કપરાડા 80mm, છોટાઉદેપુરના બોડેલી 72mm, સુરતના પલસાણા 68mm વરસાદ થયો છે.

કમલેશ્વર ડેમ ગત રાત્રીના 100 ટકા ભરાઈ ચૂક્યો છે

ગીરજંગલના આરક્ષીત જંગલ વિસ્તારમાં 281 ચો.સ્કેવર કી.મી.માં ત્રણ બાજુ ડુંગરાની કુદરતી રચના ધરાવતો હિરણ-1 (કમલેશ્વર ડેમ) ગીરજંગલના સિંહો સહિતના વન્યજીવો અને તાલાલા તાલુકાની જીવાદોરી સમાન છે. જુલાઈ માસમાં આજ સુધી કયારેય સંપૂર્ણ ન ભરાયેલ કમલેશ્વર ડેમ ગત રાત્રીના 100 ટકા ભરાઈ ચૂક્યો છે. અને સવારે ઓવરફ્લો થઈ વહી રહ્યો છે. વન્યજીવો માટે 100 એમ.સી.એફ.ટી. પાણી આ ડેમમાં રીઝર્વમાં રાખવામાં આવે છે.

Back to top button