ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સ્વીડનમાં કુરાન સળગાવવાનો મામલે UNમાં પાકિસ્તાનના પ્રસ્તાવનું ભારતે સમર્થન કર્યું

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ થોડા દિવસ પહેલા સ્વીડનમાં( Sweden) કુરાન સળગાવવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં, પાકિસ્તાને પવિત્ર કુરાન સળગાવવાની ઘટના વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ધાર્મિક નફરત સાથે સંબંધિત ઠરાવ લાવ્યો હતો. બુધવારે ડ્રાફ્ટ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે ભારતે પણ UNમાં પાકિસ્તાનના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. 

ઘટનાઓની નિંદા કરવામાં આવીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા 57 ઈસ્લામિક દેશોના સંગઠન OIC વતી એક ડ્રાફ્ટ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક યુરોપિયન અને અન્ય દેશોમાં પવિત્ર કુરાન સાથેની ઘણી ખોટી ઘટનાઓની નિંદા કરવામાં આવી હતી. . 

આ દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યોઃ કુલ 47 સભ્ય દેશોમાંથી 12 દેશોએ યુએનએચઆરસીમાં રજૂ કરાયેલા આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની, રોમાનિયા, લિથુઆનિયા, કોસ્ટા રિકા અને ફિનલેન્ડ પણ સામેલ છે. જ્યારે ભારત અને ચીન સહિત કુલ 28 દેશોએ પાકિસ્તાનના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. એવા પણ 7 દેશો હતા જેમણે કોઈને સમર્થન આપ્યું ન હતું. આ દેશોમાં નેપાળ પણ સામેલ છે.

વાણી સ્વાતંત્ર્યનો અર્થઃ UNHRCમાં પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મુસ્લિમ દેશોએ કહ્યું કે કુરાન સળગાવવા જેવી ઘટનાઓ નફરત વધારવાનું કામ કરે છે. વાણી સ્વાતંત્ર્યના નામે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપી શકાય નહીં. તે જ સમયે, પશ્ચિમી દેશોએ આવી ઘટનાઓને વખોડી કાઢી છે, પરંતુ દલીલ કરી છે કે વાણી સ્વાતંત્ર્યનો અર્થ ક્યારેક અસહ્ય વિચારોને સહન કરવું. પાકિસ્તાનના આ પ્રસ્તાવ માટે ઘણા દેશોએ અમેરિકા અને બ્રિટન જેવા પશ્ચિમી દેશોની વિરુદ્ધ જઈને સમર્થન આપ્યું. પાકિસ્તાની અખબાર ડોને યુએનમાં પાકિસ્તાનને મળેલા 28 દેશોના વિશાળ સમર્થનને પશ્ચિમી દેશોની મોટી હાર ગણાવી છે. આ સાથે અખબારમાં લખવામાં આવ્યું હતું કે UNHRCમાં OICનું વર્ચસ્વ છે. 

આ પણ વાંચોઃ Eid પર સ્વીડનમાં મસ્જિદની બહાર યુવકે કુરાન સળગાવી, મુસ્લિમ દેશો થયા ગુસ્સે

Back to top button