ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

Chandrayaan 3 Launch Mission: ભારત માટે કેમ છે ખાસ?

Text To Speech

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ માટે તૈયારીઓ કરી લીધી છે. પ્રક્રિયાનું 24 કલાકનું લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ થઈ ગયું છે. આ મિશનનું કાઉન્ટડાઉન ગુરુવારથી શરૂ થશે. આ મિશન શુક્રવાર (14 જુલાઈ)ના રોજ બપોરે 2:35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ માર્ક-III (LVM3)થી શરૂ કરવાની યોજના છે.

લોન્ચિંગ રિહર્સલ’ પૂર્ણ થયું

ISROએ બુધવારે (12 જુલાઈ) ટ્વીટ કર્યું કે 24 કલાકનું ‘લોન્ચિંગ રિહર્સલ’ પૂર્ણ થઈ ગયું છે. ચંદ્રયાન-3 મિશન એ ચંદ્રયાન-2નું ફોલો-અપ મિશન છે, જે ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ અને ભ્રમણકક્ષાની સંપૂર્ણ ક્ષમતા દર્શાવશે.

ચંદ્રયાન-3 મિશન દેશ માટે છે મહત્વપૂર્ણ

મહત્વનું છે કે ચંદ્રયાન-2 મિશન દરમિયાન લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળી ન હતી અને મિશન નિષ્ફળ ગયુ હતું. આ સંદર્ભમાં ચંદ્રયાન-3 મિશનને ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જો ચંદ્ર પર વાહનનું સોફ્ટ લેન્ડિંગ એટલે કે વાહનને સુરક્ષિત રીતે લેન્ડ કરવાનું ઈસરોનું આ મિશન સફળ થશે, તો ભારત એ પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ જશે, જે આ પ્રકારના મિશન પાર પાડી ચુક્યા છે.

ભારતનું ભુતકાળનું મિશન ફેઈલ થયુ હતુ

ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ ઓગસ્ટના અંતમાં સુનિશ્ચિત થયેલ છે. 2019માં, ભારતનું ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરવામાં નિષ્ફળ ગયું હતું. જેના કારણે ઈસરો તેમજ સમગ્ર દેશમાં નિરાશા વ્યાપી ગઈ હતી.

‘ફેટ બોય’ ચંદ્રયાન-3ને લઈ જશે

દેશના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન હેઠળ, ચંદ્રયાન-3ને ‘ફેટ બોય’ LVM-M4 રોકેટ દ્વારા વહન કરવામાં આવશે. સૌથી લાંબુ અને સૌથી ભારે LVM3 રોકેટ (અગાઉ GSLV Mk3 તરીકે ઓળખાતું) તેની ભારે પેલોડ ક્ષમતાને કારણે ISROના વૈજ્ઞાનિકો દ્વારા તેને ફેટ બોય પણ કહેવામાં આવે છે. આ ફેટ બોયએ સતત 6 સફળ મિશન પૂર્ણ કર્યા છે. આ વખતે વૈજ્ઞાનિકોએ લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કરવામાં કોઈ કસર છોડી નથી.

 

આ પણ વાંચો: ચીને અમેરિકાને અંતરિક્ષમાં પાછળ છોડ્યુ, શક્તિશાળી રોકેટનું કર્યું સફળ પરીક્ષણ

Back to top button