ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાઓ માટે મોટા સમાચાર, જાણો વિગત
આજકાલ દેશના યુવાઓમાં સરકારી ભરતીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે કે યુવાનો પ્રાઈવેટ નોકરીની જગ્યા પર કાયમી સરકારી નોકરી કરવાનું વધારે પસંદ કરે છે. ભારતીય વાયુસેનામાં જોડાઈને દેશની રક્ષાનું કામ કરવા ઈચ્છતા લોકો માટે મોટા સમાચાર છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીરવાયુ ભરતી 2024ની નોટિફિકેશન જારી કરી છે. ભરતી માટેની નોટિફિકેશન 12 જૂલાઈ 2023નાં જ ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર અપલોડ કરવામાં આવી છે.
કઈ તારીખથી રજિસ્ટ્રેશન શરૂ થશે?
અગ્નિવીરવાયુ 2024 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન 27 જૂલાઈ સવારે 10.00 વાગ્યાથી શરૂ થશે અને 17 ઓગસ્ટ 2023નાં રોજ સમાપ્ત થશે. ભારતીય વાયુસેના અગ્નિવીરવાયુનાં રૂપમાં IAFમાં શામેલ થવા માટે 13 ઓક્ટોબર 2023નાં સિલેક્શન ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. નોટિફિકેશન અનુસાર મહિલા ઉમેદવારોની સંખ્યા અને સેલેરી યોગ્યતા સેવાની આવશ્યકતાને આધારે નક્કી કરવામાં આવશે.
આ છે ઉમેદવારી માટેની લાયકાત
આ ભરતી પ્રક્રિયામાં શામેલ થવા માટે મહિલા અને પુરુષ બંને અપરણિત હોવા જોઈએ. અરજદારોની ઉંમર વધુમાં વધુ 21 વર્ષની હોવી જોઈએ. ઉમેદવારોને ન્યૂનતમ 50% અને અંગ્રેજીમાં 50%ની સાથે COBSE અંડર આવતાં શિક્ષણ બોર્ડથી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીની સાથે ઈંટરમીડિએટ/10+2/ સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. પરીક્ષા ફી રુપે અરજદારોએ એપ્લિકેશન ફી 250 રૂપિયા આપવા પડશે. પેમેન્ટ ગેટવેનાં માધ્યમથી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈંટરનેટ બેંકિંગનો ઉપયોગ કરી શકાશે.
પગાર ધોરણ:
પ્રથમ વર્ષે મહિને 30,000 હજાર, બીજા વર્ષે 33000, ત્રીજા વર્ષે 36,500 અને ચોથા વર્ષે 40,000 રુપિયા પગાર મળશે.