ટ્રેન્ડિંગનેશનલ

જમીન ઉપર આવ્યા પાણી ભરેલા વાદળો, જુઓ કુદરતનો અદ્ભુત નજારો

Text To Speech

દિલ્હી હોય કે ઉત્તરાખંડ, હિમાચલ અનેક જગ્યાએ જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પર ભારે વરસાદની આગાહીઓ આપી છે. આની સાથે હવામાન વિભાગ દ્વારા ત્યાના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવી છે. આ દરમિયાન ઉત્તરાખંડના હરિદ્વાર માં જમીન ઉપર આવ્યા પાણી ભરેલા વાદળો આવ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે.

રસ્તામાં જઈ રહેલા મુસાફરોને સફેદ વાદળની ચાદર દેખાઈ રહી છે અને તેની સામે કંઈ દેખાતું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક શેલ્ફ ક્લાઉડ (cloud formation) છે, જે ભારે વરસાદને કારણે જમીન પર આવી ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને 2 લાખ 80 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે, આ ખરેખર ખૂબ જ સુંદર નજારો છે અને આ અદ્ભુત વીડિયો જોઈને લોકો તેને પ્રકૃતિનો સુંદર નજારો કહી રહ્યાં છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘તે ખૂબ જ સુંદર અને મનમોહક છે.’ અન્ય યુઝરે કમેન્ટ કરી કે, ‘આ એક ડરામણો વીડિયો છે.’

શેલ્ફ ક્લાઉડ એટલે શું?

યુએસ સરકારની નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર, શેલ્ફ ક્લાઉડને આર્કસ ક્લાઉડ પણ કહેવામાં આવે છે. આ મોટે ભાગે વાવાઝોડાને કારણે રચાય છે, જ્યારે ક્યુમ્યુલોનિમ્બસ વાદળમાંથી કોલ્ડ ડાઉન ડ્રાફ્ટ જમીન પર પહોંચે છે, ત્યારે ઠંડી હવા ઝડપથી જમીન પર ફેલાઈ જાય છે, જે ગરમ હવાને ઉપર તરફ ધકેલે છે અને જેમ જેમ આ હવા ઉપરની તરફ જાય છે તેમ પાણીનું બાષ્પીભવન થઇને શેલ્ફ ક્લાઉડ પેર્ટનમાં બદલી જાય છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી; 33 રાજ્ય ધોરીમાર્ગો સહિત 449 રોડ બંધ

Back to top button