ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

બાળકોને સુવડાવતા પહેલા સંભળાવો વાર્તાઃ મળશે ગજબના ફાયદા

  • પહેલા ટીવી કે મોબાઇલ ન હતા તો વાર્તા સાંભળવાનો ક્રેઝ રહેતો
  • વાર્તા સાંભળવાથી બાળકોની એકાગ્રતા મજબૂત થાય છે
  • વાર્તા સાંભળનારા બાળકનો કોન્ફિડન્સ પણ મજબૂત હોય છે

બાળકોને વાર્તા સંભળાવવાથી અનોખા ફાયદા થાય છે. આજકાલ દરેક વ્યક્તિ ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે. પેરેન્ટ્સ પણ ઓફિસમાં બિઝી રહે છે. બાળકોનો સમય સ્કુલમાં વીતે છે, તો બચેલા સમયમાં તેઓ મોબાઇલ કે ટીવીમાં લાગેલા રહે છે. જો તમે બાળપણના દિવસોને યાદ કરો તો દાદી-નાની સાથે વાર્તા સાંભળવાની આપણને ખૂબ ઇચ્છા રહેતી. ત્યારે કોઇ ટીવી કે મોબાઇલ ન હતા. આજકાલ દરેક વસ્તુનુ સ્થાન મોબાઇલે લઇ લીધુ છે. શું તમે જાણો છો કે બાળકોને સુવાડતા પહેલા વાર્તા સંભળાવવાના અનેક ફાયદા છે?

આ છે બાળકોને વાર્તા સંભળાવવાના ફાયદા

વધશે ઇમેજિનેશન

વાર્તા સાંભળતી વખતે બાળકો સંપુર્ણ રીતે ખોવાઇ જાય છે. આ દરમિયાન બાળકો કાલ્પનિક કહાનીઓને ઇમેજિન કરવા લાગે છે. આમ કરવાથી બાળકોની વૈચારિક ક્ષમતા વધે છે અને તેમનું દિમાગ તેજ થાય છે.

ઉંડી સમજ વિકસશે

વાર્તા સાંભળવી બાળકો માટે મજેદાર અને રોમાંચક હોય છે. કોઇ પણ અલગ અલગ સંસ્કૃતિઓ અને પરંપરાઓનો અનુભવ કરવામાં બાળકો સક્ષમ બને છે. આમ કરવાથી બાળકો જાણ્યા વગર જ દુનિયા અંગે નવી જાણકારી મેળવી લે છે.

ઊંઘમાં પણ ફાયદો થશે

બાળકો સુતા પહેલા વાર્તા સાંભળશે તો તેમને સારો ફાયદો થશે. બાળકોને સારી ઊંઘ આવશે. સુતા પહેલા જો બાળકોને કહાની સંભળાવશો તો તેઓ જલ્દી સુઇ જશે. સાથે સાથે તેમને સાઉન્ડ સ્લીપ પણ મળશે.

ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે

જે બાળકો નિયમિતપણે વાર્તા સાંભળતા હશે, તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં ફાયદો થશે. જો તમારુ બાળક રોજ વાર્તા સાંભળતુ હશે તો ભવિષ્યમાં પણ તેનો કોન્સ્ન્ટ્રેશન પાવર વધશે.

બાળકોને સુવડાવતા પહેલા સંભળાવો વાર્તાઃ મળશે ગજબના ફાયદા hum dekhenge news

બાળકોની યાદશક્તિ વધશે

તમે બાળકોને વાર્તા કહી રહ્યા હો ત્યારે વચ્ચે વચ્ચે તેને પુછી શકો છો કે તમે શું વાત કરવી આમ કરવાથી તેની એકાગ્રતાની સાથે સાથે યાદશક્તિ પણ મજબૂત બનશે.

કોમ્યુનિકેશન સુધરે છે

ઘણા બાળકોનું મગજ જિજ્ઞાસાથી ભરેલુ હોય છે છતાંય તે પ્રશ્નો પૂછતા ખચકાય છે. વાર્તા કહેવાથી બાળક સાચો પ્રશ્ન પૂછતા શીખશે. આ ઉપરાંત તે વાતચીતની કળા પણ શીખી શકશે. તેનાથી બાળકોનો આત્મવિશ્વાસ પણ વધશે. નિયમિત વાંચવા અને સાંભળવાથી તે સારા વક્તા બની શકે છે.

આ પણ વાંચોઃ વરસાદની સીઝનમાં ખાસ ખાજો આ શાકભાજીઃ પેટને થશે અનેક ફાયદા

Back to top button