ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વરસાદની સીઝનમાં ખાસ ખાજો આ શાકભાજીઃ પેટને થશે અનેક ફાયદા

  • વરસાદમાં અમુક શાકભાજી ખાસ ખાવા જોઇએ
  • વરસાદમાં શાકભાજી સડી જતા હોય છે
  • તુરિયા અને ગલકા જેવા શાક આ સીઝનમાં બેસ્ટ

વરસાદમાં આપણી ખાણી પીણી ખૂબ જ પ્રભાવિત થતી હોય છે. બજારમાં મળતા ઘણા શાકભાજી ખાવા લાયક હોતા નથી. કેટલાક શાકભાજી વરસાદમાં સડી જાય છે, તો કેટલાક શાકભાજીમાં જીવાત પડી જાય છે. અમુક શાકભાજી દેખાવમાં તો સારા લાગે છે, પરંતુ આપણા શરીર માટે નુકશાનકારક હોય છે. વરસાદમાં કયા શાકભાજી ન ખાવા તે તો તમે વાંચ્યુ હશે, પરંતુ આજે એવા શાકભાજી વિશે જાણો જે વરસાદમાં ખાસ ખાવા જોઇએ.

વરસાદની સીઝનમાં આ શાકભાજીનું કરો સેવન

વરસાદની સીઝનમાં ખાસ ખાજો આ શાકભાજીઃ પેટને થશે અનેક ફાયદા hum dekhenge news

તુરિયા

હેલ્થ નિષ્ણાતો કહે છે કે વરસાદની સીઝનમાં તુરિયાના શાકનું સેવન કરવુ જોઇએ. તે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ભરપુર માત્રામાં પાણી હોય છે, જે આપણા શરીરમાં પાણીની કમી થવા દેતા નથી. આ શાકનું સેવન કરવાથી ભોજન સરળતાથી પચી જાય છે.

વરસાદની સીઝનમાં ખાસ ખાજો આ શાકભાજીઃ પેટને થશે અનેક ફાયદા hum dekhenge news

ચોલાઇની ભાજી

ચોલાઇની ભાજી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. વરસાદમાં તમે તેને ડાયટમાં સામેલ કરી શકો છો. ચોલાઇની ભાજીમાં અનેક પૌષ્ટિક તત્વો હોય છે. તે આપણા હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તમે ચોલાઇની ભાજીના પાંદડામાંથી પકોડા, શાક, પરાઠા અને પુરી પણ બનાવી શકો છો.

વરસાદની સીઝનમાં ખાસ ખાજો આ શાકભાજીઃ પેટને થશે અનેક ફાયદા hum dekhenge news

ભીંડા

ભીંડા વરસાદના દિવસોમાં ખૂબ જ ખવાય છે. વરસાદમાં મળતા શાકભાજીમાં એક ભીંડા પણ છે. તે આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સરળતાથી પચી પણ જાય છે. તેમાં પણ પાણી હોય છે. ભીંડા ફાઇબર અને પ્રોટીનથી ભરપુર છે.

કારેલા

કારેલાનો સ્વાદ ભલે કડવો હોય, પરંતુ તે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓ માટે તો તે બેસ્ટ કહી શકાય. કારેલાના શાકની સાથે સાથે આ લોકો કારેલાનું જ્યુસ પણ પી શકે છે.

દુધી

ચોમાસામાં દુધી ખાવી એક ઉત્તમ વિકલ્પ છે. તે પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફાઇબર અને પોટેશિયમ મળી આવે છે. તે પેટને ઠંડુ રાખે છે. તેમાં રહેલા એન્ટિવાઇરલ ગુણો શરીરમાં પિત્તને બહાર કાઢે છે. તેના ઉપયોગથી સીઝનલ સમસ્યાઓ દુર થાય છે.

લીંબુ

સામાન્ય રીતે લીંબુ તો દરેક સિઝનમાં ખાવું ફાયદાકારક હોય છે, પરંતુ વરસાદની સીઝનમાં લીંબુ ખાવાથી તમને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળે છે. વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના દ્વારા આપણે રોગોથી સુરક્ષિત રહી શકીએ છીએ.

આ પણ વાંચોઃ સંબંધોમાં પ્રેમ વધારવા ઇચ્છતા હો તો આ સરળ ટિપ્સને કરો ફોલો

Back to top button