ટ્રેન્ડિંગનેશનલફૂડવર્લ્ડ

Googleએ પાણીપુરી પર બનાવ્યું મજેદાર Doodle, શું કહ્યુ ભારતના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વિશે?

Text To Speech

આજે (12 જુલાઈ) ગૂગલના ડૂડલમાં ભારતનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ જોવા મળે છે. જો કે તે માત્ર એક ચિત્ર નથી. ગૂગલ તેના ડૂડલ દ્વારા પાણીપુરી (Google Doodle Pani Puri) ગેમ રમવાની તક આપી રહ્યું છે. ગૂગલ ડૂડલ પર પાણીપુરી ગેમ લોન્ચ કરવામાં આવી છે.

પાણીપુરી એ ભારતનુ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ

પાણીપુરીએ ભારતમાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. પાણીપુરીનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. પાણીપુરી જે દરેક રાજ્યોના શહેરમાં અલગ-અલગ નામે ઓળખાય છે. ગૂગલે સ્ટ્રીટ ફૂડ પાણીપુરીની ઉજવણીમાં ઇન્ટરેક્ટિવ ડૂડલ ગેમ લોન્ચ કરી. પાણી પુરીમાં એક Pani puriમાં ક્રિસ્પી સેલ હોય છે જે બટાકા, ચણા, મસાલા, મરચાં અને સ્વાદવાળું પાણી હોય છે. હિન્દીમાં પાણીપુરી ‘ગોલગપ્પા’ને નામે ઓળખાય છે.

2015માં ઇન્દોરમાં પાણીપુરીનો વર્લ્ડ રેકોર્ડ 

2015માં આજના દિવસે, મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક રેસ્ટોરન્ટે પાણીપુરીની 51 વિવિધ ફલેવર ઓફર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો! આ નાસ્તાને અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે, તે સમગ્ર ભારતમાં જુદા જુદા ફ્લેવર સાથે બનાવવામાં આવે છે. રાજ્ય પ્રમાણે તેનો ટેસ્ટ બદલાય છે.

ગૂગલ ડૂડલ પર પાણીપુરીની ગેમ કેવી રીતે રમશો?

જો તમે પણ ગૂગલ ડૂડલ પર પાણીપુરી ગેમ રમવા માંગો છો, તો તેના માટે તમારે ટાઈમર સાથે ઝડપથી કામ કરવું પડશે. રમતમાં તમારે ગોલગપ્પા વેચનારને મદદ કરવી પડશે. ઈતિહાસ અનુસાર, પાણીપુરી સૌપ્રથમ મહાભારત સમયે દ્રૌપદીએ બનાવી હતી. દ્રૌપદીએ પાણીપુરી તૈયાર કરીને પાંડવોને પ્રથમ પાણીપુરી ખવડાવી હતી.

આ પણ વાંચો: ચેતજો! બાળકોની ખાણીપીણી પર હંમેશા નજર રાખશો તો થશે અવળી અસર

Back to top button