ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓવૈસીએ કાવડ યાત્રાને લઈ કર્યો કટાક્ષ, કહ્યું, ‘જો તમે રસ્તા પર નમાઝ પઢો છો તો FIR નોંધાય છે, પરંતુ…’

Text To Speech

ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કાવડ યાત્રાના કારણે માંસની દુકાનો બંધ કરાવવામાં આવી છે. તેને લઈ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કટાક્ષ કર્યો.

 

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “જો તમે રસ્તા પર નમાઝ પઢો છો, તો FIR દાખલ કરવામાં આવે છે, પરંતુ કાવડ યાત્રા માટે માંસની દુકાનો બંધ કરી દેવામાં આવી છે.”

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ધાર્મિક લાગણીના નામે રોજગારનો અધિકાર છીનવી લેવુ શરમજનક છે. આને UCC સાથે જોડીને તેમણે PM નરેન્દ્ર મોદીને ટોણો માર્યો અને પૂછ્યું કે શું એક દેશમાં બે કાયદા નથી? ‘સમાન નાગરિકતા’ની તમારી વાત દંભ છે.”

ઓવૈસીએ પોતાના ટ્વીટમાં એક સમાચાર લેખની લિંક પણ શેર કરી છે. જેમાં માંસની દુકાનોને આવરી લેવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, “ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાને કારણે માંસની દુકાનો બંધ. આ નિર્ણય હિંદુ તીર્થયાત્રીઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.”

Kanwar Yatra
Kanwar Yatra

‘UCC હિન્દુઓને નુકસાન પહોંચાડશે’

આ પહેલા પણ યુનિફોર્મ સિવિલ કોડ અંગે ટ્વીટ કરતા તેમણે કહ્યું હતું કે UCCથી હિંદુઓને સૌથી વધુ નુકસાન થશે. UCCમાંથી હિન્દુ ભાઈઓના ઘણા અધિકારો છીનવી લેવામાં આવશે, જેમાં લગ્ન અધિનિયમ તેમજ અન્ય ઘણા સામાજિક અને ધાર્મિક રિવાજોનો સમાવેશ થાય છે.

BJP ધારાસભ્યનો પલટવાર

ઓવૈસીના આ નિવેદન પર હવે ગાઝિયાબાદના લોની વિસ્તારના BJP ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે અસદુદ્દીન ઓવૈસીએ આ માટે માફી માંગવી જોઈએ. તેમનું આ નિવેદન શરમજનક છે.

Back to top button