- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કામદારને નોકરીમાં હેરાન નહી કરવા અને હાજરી પૂરવા માટે રૂ. 5,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે ઝડપી પાડ્યો છે.
AMCના કર્મચારીઓ સફાઈ કામદારોના પગારમાં પણ ભાગ પડાવતાંનો કિસ્સો સામે આવ્યો છે. નાના કર્મચારીઓને નોકરી કરવામાં મુશ્કેલીઓ ઉભી કરીને લાંચ લેતા સફાઈ કામદારે ACBને જાણ કરતા ટ્રેપ ગોઠવી સીટીએમ ચાર રસ્તા પાસેથી જ રૂપિયા 5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: સુરતમાં હિટ એન્ડ રનની ધટના બની; સાયકલ સવાર પર ડમ્પર ફરી વળતાં થયું મોત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે યુવક નોકરી કરે છે. જેઓને તેઓની ફરજમાં સવાર તથા સાંજે એમ બે ટાઇમ સફાઇ માટે જવાનું હોય છે. શહેરના સીટીએમ વિસ્તારમાં પવિત્રકુંજ સોસાયટીમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સહદેવભાઇ રામજીભાઇ સોઢા સફાઈકર્મીઓના લીડર છે. યુવકને સફાઈ કામદાર તરીકે નોકરીમાં હેરાન પરેશાન નહી કરવા તેમજ હાજરી પૂરી લેવા માટે સહદેવભાઈએ રૂપિયા 5 હજાર લાંચની માંગણી કરી હતી.
ACBની ટીમે રંગેહાથ ઝડપ્યો
સફાઈ કર્મચારી યુવકને લાંચના નાણા આપવા માગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. સહદેવભાઈને સી.ટી.એમ. ચાર રસ્તા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સામે, સર્વિસ રોડ ઉપર જ રૂ. 5000ની લાંચ લેતા એસીબીની ટીમ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: UCC લાગુ થાય તો આદિવાસી સમાજને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવે: ચૈતર વસાવા