ગુજરાતટોપ ન્યૂઝ

Breaking News : ભાજપના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી

Text To Speech

ભાજપના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત અચાનક ખરાબ થઈ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી

મળતી માહિતી મુજબ ભાજપના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ લવાયા હતા. જે પછી તેમની સારવાર શરુ કરવામાં આવી છે. સારવાર શરુ થતા તેમની તબિયત સુધાર પર હોવાનું જાણવા મળી રહ્યં છે. જો કે હોસ્પિટલમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના બેઝિક બ્લડ રિપોર્ટ અને ઇકો રિપોર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ રિપોર્ટ આવ્યા પછી તેમના સ્વાસ્થ્ય વિશે વધુ વિગતો જાણી શકાશે.

યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે કરાયા દાખલ

મહત્વનું છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપના સિનિયર મંત્રી છે. તેમને આજે અચાનક છાતીમા દુખાવો ઉપડ્યો હતો અને સાથે ભરામણ પણ થઇ રહી હતી.જેથી તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ યુએન મહેતા હોસ્પિટલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સારવાર માટે સિનિયર તબીબો હાજર છે. અહી તેમની સારવારમાં ખૂબ જ કાળજી રાખવામાં આવી રહી છે. અને તેમની તબિયત હાલ ધારા પર હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે.

 આ પણ વાંચો : કોણ છે રાજ્યસભાના ઉમેદવાર કેસરીદેવસિંહ ઝાલા? ભાજપે શા માટે કરી પસંદગી

Back to top button