ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં હિટ એન્ડ રનની ધટના બની; સાયકલ સવાર પર ડમ્પર ફરી વળતાં થયું મોત

Text To Speech
  • સુરતમાં સાયકલ સવારને ડમ્પરે અડફેટે લેતાં થયું મોત.
  • સાયકલ સવાર નોકરી કરી ઘરે પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા.

સુરતની પાંડેસરા તેરે નામ ચોકડી નજીક ડમ્પરે સાયકલ સવાર સંચા કારીગરને અડફેટે લઇ કચડી નાખતા મોત નીપજ્યું હતું. વહેલી સવારે બનેલા અકસ્માત બાદ આધેડને સારવાર માટે સિવિલ લવાતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મૂળ ઉત્તરપ્રદેશના 52 વર્ષીય રમાશંકર હરિલાલ ગૌતમ પાંડેસરા વિસ્તારમાં એક દીકરા સાથે રહેતા હતા. છેલ્લા 20 વર્ષથી સુરત રોજગારી અર્થે રહેતા હતા. રમાશંકર સંચા ખાતામાં કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલ એક દીકરા સાથે સુરતમાં રહેતા હતા અને અન્ય સભ્યો વતનમાં રહે છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં ગેંગસ્ટર કુલદીપ જધીનાની હત્યા, પોલીસકર્મીઓની આંખમાં મરચાં નાખી કરી હત્યા.

સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા:

સવારે લગભગ 7:15 વાગ્યાની આસપસા રામાશંકર નાઇટ ડ્યુટીમાં કામ કરી સાયકલ લઇને પરત ફરી રહ્યા હતા. ત્યારે પાંડેસરા તેરે નામ ચોકડી નજીક ટ્રેક અડફેટે લીધા હતા. લોકોની ભીડ વચ્ચે રોડ ઉપર અકસ્માતમાં ઘવાયેલા આધેડને 108 દ્વારા સારવાર માટે સિવિલ લઇ ગયા હતા. જ્યાં ફરજ રહેલા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

નોકરી પુરી કરીને ઘરે ફરતા બન્યો બનાવ:

પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા હરીઓમ નગરમાં રહેતા રમાશકંર સંચા કારીગર હતા. નાઇટ પાળી કરીને સવારે ઘરે પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા હતા. ટ્રક ચાલક આધેડને અડફેટે લીધા બાદ ભાગી છૂટ્યો હતો. લોકોએ રમાશંકરને હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ ત્યા ફરજ પર હાજર ડૉકટરએ રમાશંકરને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: શું છે ગુજરાત રાજ્યસભા ચૂંટણીના સમીકરણ? જાણો કેવી રીતે બને છે રાજ્યસભા

Back to top button