ગુજરાત

UCC લાગુ થાય તો આદિવાસી સમાજને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવે: ચૈતર વસાવા

  • યુસીસી મામલે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજની પડખે છે: ચૈતર વસાવા
  • અરવિંદ કેજરીવાલએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે જો યુસીસી લાગુ થાય તો આદિવાસી સમાજને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવે: ચૈતર વસાવા
  • ભાજપના આદિવાસી નેતાઓ સ્પષ્ટ કરે કે તેઓ આદિવાસી સમાજ સાથે છે કે ભાજપ સાથે: ચૈતર વસાવા
  • આવનારા સમયમાં ભાજપના સંસદસભ્યો અને ધારાસભ્યોને ઘેરવાનું કામ કરીશું: ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયાને જણાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં કહ્યું હતું કે આવનારા સમયમાં તેઓ એક યુનિફોર્મ સિવિલ કોડ કાનૂન લાગુ કરવા જઈ રહ્યા છે. અમે એમને કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ પછાત છે અને તેમને સમાન માનવામાં નથી આવતા. દેશના રાષ્ટ્રપ્રમુખ દ્રોપદી મૂર્મુ આદિવાસી હોવાના કારણે તેમને સંસદના ઉદ્ઘાટનમાં બોલાવવામાં નહોતા આવ્યા. આ ખૂબ જ નીંદનીય બાબત છે.

UCC લાગુ થાય તેનાથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે તેવી માંગ

અમે આનો એટલા માટે વિરોધ કરી રહ્યા છીએ કારણકે આદિવાસી સમાજને બંધારણે જે અધિકાર આપ્યા છે, તે અધિકાર પણ આ સરકારે આપ્યા નથી. જો આ કાયદો લાગુ થશે તો આદિવાસી સમાજને મળતા બંધારણીય અધિકાર નષ્ટ થઈ જશે. આદિવાસી સમાજના ઘણા બધા રીતી રિવાજ પણ નષ્ટ થઈ જશે જો યુસીસી લાગુ થશે તો. એટલા માટે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે અને ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવતા આ કાયદાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મહાસચિવ સંદીપ પાઠક પણ આ મુદ્દા પર આદિવાસી સમાજની સાથે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આવનારા સમયમાં જ્યાં પણ આ કાયદો લાગુ થશે ત્યાં આદિવાસી સમાજને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવે.

આદિવાસી સમાજના પ્રભુત્વવાળી  સીટો પર  ભાજપની હાર નિશ્ચિત : ચૈતર વસાવા

ભાજપમાં જે આદિવાસી નેતાઓ છે તે નેતાઓએ પણ પોતાનો પક્ષ મૂકવો જોઈએ કે તેઓ આદિવાસી સમાજ સાથે છે કે ભાજપ સાથે. આવનારા સમયમાં ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યોનો ઘેરાવ કરીશું. આવનારી લોકસભા ચૂંટણીમાં જે 62 સીટો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે તે તમામ 62 સીટો પર ભાજપની હાર નિશ્ચિત છે.

આ  પણ વાંચો : કોણ છે રાજ્યસભાના ઉમેદવાર કેસરીદેવસિંહ ઝાલા? ભાજપે શા માટે કરી પસંદગી

Back to top button